Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે અને હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ખાસ કરીને સાબરકાંઠા, નવસારી, વલસાડ, જૂનાગઢ, અરવલ્લી અને કચ્છ જેવા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જાણો આજે 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 23 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, જુનાગઢ, અરવલ્લી,મહીસાગર, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 24 ઓગસ્ટના રોજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જુનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 25 ઓગસ્ટના રોજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 26 ઓગસ્ટના રોજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 27 ઓગસ્ટના રોજ કચ્છ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 28 ઓગસ્ટના રોજ કચ્છ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 29 ઓગસ્ટના રોજ કચ્છ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.