અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનો પ્રારંભ, કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન, 30 દેશના એથ્લેટ્સ ભાગ લેશે

આ ચેમ્પિયનશિપ 31મી ઓગસ્ટ સુધી ચાલશે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સહયોગથી ઈન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજવામાં આવી રહી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 23 Aug 2025 09:01 AM (IST)Updated: Sat 23 Aug 2025 09:01 AM (IST)
ahmedabad-to-host-commonwealth-weightlifting-championship-athletes-from-30-countries-to-participate-in-international-sports-events-590280
HIGHLIGHTS
  • આ ચેમ્પિયનશિપને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટેની પાંચ ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સમાંની એક ગણવામાં આવે છે.
  • પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં વિશ્વના 30 કોમનવેલ્થ દેશોના કુલ 291 લિફ્ટર્સ ભાગ લઈ રહ્યા છે.

Ahmedabad Sports Events: આગામી ઓલિમ્પિક 2036ની યજમાનીની મહત્ત્વાકાંક્ષા સાથે, ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ પ્રયાસના ભાગરૂપે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવા બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 24મી ઓગસ્ટથી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (CWC)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપ 31મી ઓગસ્ટ સુધી ચાલશે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સહયોગથી ઈન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજવામાં આવી રહી છે.

આ ચેમ્પિયનશિપને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટેની પાંચ ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સમાંની એક ગણવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં વિશ્વના 30 કોમનવેલ્થ દેશોના કુલ 291 લિફ્ટર્સ ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશિપમાં યુથ, જુનિયર અને સિનિયર એમ તમામ વય જૂથના વેઈટલિફ્ટર્સ ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટમાં કુલ 144 મેડલ્સ દાવ પર છે, જેમાં 72 મેન્સ અને 72 વિમેન્સ કેટેગરીનો સમાવેશ થાય છે.

ચેમ્પિયનશિપમાં યુથ બોયઝ અને ગર્લ્સ, જુનિયર મેન્સ અને વિમેન્સ, અને સિનિયર મેન્સ અને વિમેન્સ જેવી કેટેગરીઝનો સમાવેશ થાય છે. દરેક કેટેગરીમાં આઠ ગોલ્ડ, આઠ સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે, એટલે કે દરેક કેટેગરીમાં કુલ 24 મેડલ વિજેતાઓને આપવામાં આવશે. આ ચેમ્પિયનશિપ અમદાવાદ માટે એક મોટો પ્રસંગ છે, જે ભવિષ્યમાં આવા મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.