Ahmedabad: અમદાવાદ જિલ્લાના બાવળામાં પ્રેમસબંધના દુઃખદ અંતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાએ સબંધ તોડી નાંખતા આણંદના એક યુવકે પોતાના હાથની નસ કાપીને બાવળાના કોમ્પલેક્સના ચોથા માળેથી પડતુ મૂકીને જિંદગી ટૂંકાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદ જિલ્લાના વચલાપુર ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ સિંધા (27)ને ખંભાત તાલુકાના રાલજ ગામની યુવતી સાથે 5 વર્ષથી પ્રેમ સબંધ હતો. જો કે યુવતીએ પ્રેમ સબંધ રાખવાનો ઈનકાર કરતાં નરેન્દ્રસિંહ પોતાનું ઘર છોડીને 7 ઓગસ્ટે બાવળા આવી ગયો હતો.
Vadodara: 14 ઓગસ્ટે 'તિરંગા યાત્રા'ને લઈને તડામાર તૈયારી, શહેરની ઐતિહાસિક ઈમારતો તિરંગા પ્રકાશથી ઝળહળી ઉઠશે
9 ઓગસ્ટની રાતે સવા 2 વાગ્યાના અરસામાં નિરાશ નરેન્દ્રસિંહ આપઘાત કરવા માટે બાવળાની આશ્રિત હોટલવાળા કોમ્પલેક્સના ચોથા માળે આવેલા ધાબા પર ચડી ગયો હતો. આ બાબતની જાણ થતાં બાવળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ દ્વારા નરેન્દ્રસિંહને નીચે ઉતરવા સમજાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પોલીસ જવાન ધાબા પર ચડી ગયો હતો અને નરેન્દ્રસિંહને આપઘાત ના કરવા સમજાવી રહ્યો હતો. જો કે નરેન્દ્રસિંહે પોતાના હાથની નસ કાપીને જોત-જોતામાં ધાબા પરથી પડતું મૂક્યું હતુ. આ ઘટનામાં નરેન્દ્રસિંહનું મોત નીપજ્યું છે. હાલ તો બાવળા પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તેના આપઘાત પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ? તે દિશામાં તપાસ કરવા પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.