Ahmedabad News: મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનું આયોજન, ઓસ્કાર સુધી પહોંચેલી ફિલ્મ 'છેલ્લો શો'ને વર્લ્ડ-વાઈડ બ્લોકબસ્ટર ફિલ્મનો એવોર્ડ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 14 Aug 2023 11:29 AM (IST)Updated: Mon 14 Aug 2023 11:29 AM (IST)
ahmedabad-news-maharaja-film-festival-awards-hosted-oscar-reacher-last-show-awarded-world-wide-blockbuster-film-178879

Ahmedabad News: ગુજરાત ખાતેના સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ "મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ"નું આયોજન અમદાવાદ ખાતે 8મી, 9મી અને 10મી ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી પણ વધુ ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, મ્યુઝિક વીડિયોઝ, મ્યુઝિક વીડિયોઝ, વેબ સીરિઝ દરેક કેટેગરીમાં "મહારાજા એવોર્ડ" અને "મહારાણી એવોર્ડ" એનાયત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સિનેમાજગતના ઇતિહાસમાં વિશ્વમાં પ્રથમવાર ડ્યુઅલ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરાયા હતા. ફિલ્મોની વાત કરીએ તો બોલિવુડમાં ગાંધી ગોડસે- એક યુદ્ધ, કોટ, બેડબોય, અતિથિ ભૂતો ભવઃ અને મીડ-ડે મીલ, ગુજરાતી ફિલ્મોમાં મેડલ, હું તારી હીર, ધન ધતુડી પતુંડી, સપ્તરંગ, ધુમ્મ્સ, છેલ્લો શો, મરાઠી ફિલ્મોમાં ફતવા, ગુલહર, ભૂમિગત ક્રાંતિ, દક્ષિણ ભારતની ફિલ્મોમાં આયરુમ્બુ, ડુઓવર, દેવિકા, ઉડિયા ફિલ્મોમાં દમણ તથા પંજાબી ફિલ્મમાં લહેમ્બદારી જેવી અનેક ફિલ્મો આ ફેસ્ટિવલ માટે રજીસ્ટર થઈ હતી.

આ અંગે મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સના ફાઉન્ડર મહારાજા નૌશિવ વર્મા તથા એમડી મિતાલી જાનીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, "અમે દરેક ભાષાની ફિલ્મને પ્રોત્સાહન આપવા તથા સારો વિષય લોકો સમક્ષ રજૂ થાય તે માટે આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. જેમાં અમે હિન્દી, ગુજરાતી, મરાઠી સહિતની અનેક ભાષાઓની ફિલ્મને સમાવી લીધી હતી. વિશ્વકક્ષાનો ફિલ્મ ફેસ્ટિવલ બને તે માટે અમે પ્રયાસ કર્યો હતો અને અમે મહદઅંશે આ કાર્યમાં સફળ પણ થયા છીએ."

આ એવોર્ડ સેરેમનીમાં પ્રસિદ્ધ અભિનેત્રી ભાવિની જાનીને 'હોલ ઓફ ફેમ એવોર્ડ" તથા ભીમ વાકાણી અને ફિરોઝ ઈરાનીને "લાઈફ- ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ"થી નવાજવામાં આવ્યા હતા. શ્રી ભીમ વાકાણીને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર બોલિવૂડ તથા ઓસ્કાર સુધી પહોંચેલી ફિલ્મ "છેલ્લો શો"ને "વર્લ્ડ-વાઈડ બ્લોકબસ્ટર" ફિલ્મનો એવોર્ડ એનાયત કરાયો હતો.

બોલિવૂડની ફિલ્મ ગાંધી ગોડ્સેને બેસ્ટ બોલિવૂડ ફિલ્મ તથા બેસ્ટ એક્ટર તરીકે દીપક અંતાણી અને બેસ્ટ ડારેક્ટર તરીકે રાજકુમાર સંતોષીને એવોર્ડ આપવામાં આવ્યા. સ્ત્રી સશક્તીકરણ ફિલ્મ તરીકે "હું તારી હીર", બેસ્ટ કોમેડી ફિલ્મ ઓફ ધ યર તરીકે "ધન ધતુડી પતુંડી"ને એવોર્ડ આપવામાં આવ્યા હતા. મરાઠી ફિલ્મ "ફતવા" અને તમિલ ફિલ્મ "ડુઓવર"ને પણ એવોર્ડ એનાયત કરાયો. ઉપરાંત, ઇન્સ્પિરેશનલ ફિલ્મ તરીકે "મેડલ" ફિલ્મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.