Ahmedabad: AMC દ્વારા સરખેજ અને મકરબામાં ડિમોલિશન, 84 મકાનો તોડી પાડ્યા, 2010 પહેલાંના વસવાટના પૂરાવા ના આપતા કાર્યવાહી

પ્રથમ દિવસે - શુક્રવારે મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરીને 84 રહેણાંક યુનિટ બાંધકામો દૂર કરેલ છે તથા 350 મીટરનો TP રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 17 May 2025 08:30 AM (IST)Updated: Sat 17 May 2025 08:30 AM (IST)
ahmedabad-news-amc-conducts-demolition-in-sarkhej-and-makarba-demolishes-84-houses-takes-action-for-not-providing-proof-of-habitation-before-2010-529897

Ahmedabad News: AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ - ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો, દબાણો દૂર કરવા માટે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવતીકાલે પણ ડીમોલિશનની કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે - શુક્રવારે મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરીને 84 રહેણાંક યુનિટ બાંધકામો દૂર કરેલ છે તથા 350 મીટરનો TP રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે. મકરબામાં TP સ્કીમ- 84/એ (મકરબા)ના FP- 92/ 1 સેલ ફોર રેસીડેન્સિયલ, એરીયા- 20,273 ચો. મી.અને FP- 92 / ૨ સ્કૂલ, એરીયા-4000 ચો.મી. તથા 850 મીટર લંબાઈના 18 મીટર રસ્તા પર કુલ 292 ગેરકાયદે દબાણો થઈ ગયા હતા. સરખેજ -મકરબામાં રહેણાંક 258 અને કોમર્શિયલ 28 તથા અન્ય 6 સહિત કુલ 292 જેટલા દબાણો છે.

AMCના દક્ષિણ- પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તમામ ગેરકાયદે બાંધકામો કરનારાઓને નોટિસો આપીને દબાણઓ દૂર કરવા તાકીદ કરી હતી. જોકે, આ મામલે નોટિસો મળતાં ગેરકાયદે દબાણ કર્તાઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને 62 કબજેદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ મામલે હાઇકોર્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાને પાત્ર થતા હોય તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપી કાર્યવાહી કરવા હુકમ કરી દાવાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

મકરબામાં 292 ગેરકાયદે દબાણ અને બાંધકામ કરનારા પાસે 2010 પહેલાં વસવાટ કરતા હોવા અંગેના પુરાવા ન હોવાથી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે TP સ્કીમ અંતર્ગત રસ્તો ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સદરૂ કામગીરી માટે 2-હિટાચી મશીન,4-જેસીબી મશીન તથા 56 ખાનગી કોન્ટ્રાક્ટરના મજૂરોને સાથે રાખી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. શુક્રવારે મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરી કુલ -84 રહેણાંક યુનિટ બાંધકામો દૂર કરેલ છે તથા 350 મીટર લંબાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે.