Ahmedabad: સિલ્વર ઑક યુનિવર્સિટી ખાતે AI કૉન્કલેવ- અમદાવાદ 2024નું આયોજન, 300થી વધુ લોકોએ ભાગ લીધો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 03 May 2024 11:38 PM (IST)Updated: Thu 04 Jul 2024 05:09 PM (IST)
ahmedabad-news-ai-conclave-2024-held-at-silver-oak-university-324195

Ahmedabad: સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ અને ગૂગલ ડેવલપર્સ સ્ટુડન્ટ ક્લબના સહયોગથી AI કોન્ક્લેવ - અમદાવાદ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો, જ્યાં તેમણે સમૃદ્ધ ચર્ચાઓ અને નેટવર્કિંગની તકોનો લાભ લીધો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સૌ કોઈને માર્ગર્દર્શન પૂરું પાડવા માં આવ્યું હતું

દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તજજ્ઞો દ્વારા AIના વર્તમાન અને ભવિષ્યની વલણો અંગેના મહત્વપૂર્ણ અભિપ્રાયો રજુ કરવામાં આવ્યા હતા. કાર્તિક દેરાસરી કે જેઓ ગૂગલ ડેવલપર એક્સપર્ટ અને ગૂગલ ક્લાઉડ એપ્લાઈડ એઆઈ સોલ્યુશન્સ આર્કિટેક્ટ છે, તેમણે AI ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ વિશે તેમની નિષ્ણાંતતા શેર કરી હતી.

ધવલ જોશી કે જેઓએ તેમની કારકિર્દીમાં UPSC, CDS , પાઇલોટ એપ્ટીટયુડ ટેસ્ટ વગરે જેવી પરીક્ષાઓ પાસ કરી હોવા છતાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં તેમની રુચિ ને કારણે વર્ષોથી આ ક્ષેત્ર માં કાર્યરત રહ્યા છે અને ખુબજ બહોળો અનુભવ ધરાવે છે, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ રાષ્ટ્ર સુરક્ષા તેમજ ભારતીય સશસ્ત્ર દળો માટે કઈ રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે તે વિશે સૌને માહિતગાર કર્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને કઈ દિશામાં આગળ વધવું જોઈએ? તે વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન હર્ષલ ત્રિવેદી, દક્ષીલ સોની , ભાર્ગવ પટેલ અને રિધમ મોદીએ AIના વિવિધ ક્ષેત્રોના તકનીકી વિકાસો પર ચર્ચા કરી હતી અને એઆઈના સુવ્યવ્સ્થિત સંચાલન પરના તેમના અભિપ્રાયો સાથે મશીન લર્નિંગના કાર્યકારી પાસાઓનું અન્વેષણ કર્યું હતું. એઆઈનો ઉપયોગ કરીને જ્ઞાન પુનઃપ્રાપ્તિ અને સંદર્ભીકરણ માટેની નવીન પદ્ધતિઓ પર સૌને ઊંડાણપૂર્વક માહિતગાર કાર્ય હતા.વ્યવસાયમાં એઆઈના અમલીકરણ માટેની વ્યવહારુ રણનીતિ ઉપર પ્રકાશ પાડ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં એઆઈને સમાવી લેવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પછી એક પેનલ ડિસ્કશન યોજાયુ હતું. જેમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સાથે વાતચીત કરી હતી અને માર્ગદર્શન તથા અભિપ્રાયો શેર કર્યા હતા. વધુમાં, વિદ્યાર્થીઓએ એક ક્વિઝ સત્રમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

આ AI કોન્ક્લેવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સહયોગ, નવીનતા અને સતત શીખવા માટેના પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી હતી. માહિતીસભર ચર્ચાઓ અને વિચારોના આદાનપ્રદાન દ્વારા, ઉપસ્થિતોએ એઆઈ માં નવીનતમ વલણો અને ભાવિ તકો વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવી હતી.