Bigg Boss 19 Tanya Mittal: દર વર્ષે ચાહકો સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસની રાહ જોતા હોય છે. આ વર્ષે દર્શકોને વધુ રાહ જોવી પડી નહીં. ઓગસ્ટ મહિનામાં સલમાન બિગ બોસની નવી સીઝનની શરૂઆત થઈ ગઈ.
આ સીઝનમાં શોમાં અનેક કલાકારો, મોડેલો અને ઈન્ફ્લુએન્સર છે. તેમાંથી એક તાન્યા મિત્તલ છે. શો શરૂ થયાને માત્ર ચાર દિવસ થયા છે, પરંતુ તેના નામની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

કુનિકા સદાનંદ, ગૌરવ ખન્ના અને બસીર અલી જેવા સ્ટાર્સ વચ્ચે તાન્યા મિત્તલ દરરોજ લાઈમલાઈટ ચોરી રહી છે. તેનું કારણ તેના નિવેદનો છે.

તાન્યા મિત્તલે કહ્યું કે તે શોમાં 800 સાડીઓ લાવી છે. હું મારી વૈભવી લાઈફસ્ટાઈલ છોડવાની નથી. મેં નક્કી કર્યું છે કે હું દરરોજ 3 સાડીઓ પહેરીશ અને દિવસભર બદલતી રહીશ. તેણે કે તે પોતાની સાથે ઘરેણાં અને એસેસરીઝ પણ લાવી છે.

એટલું જ નહીં, તાન્યાએ પોતાની સુરક્ષા વિશે પણ વાત કરી છે. તેણીએ જણાવ્યું હતું કે તેના બોડીગાર્ડ્સે કુંભમાં 100 લોકોના જીવ બચાવ્યા હતા. તે હંમેશા સુરક્ષા સાથે ચાલે છે.

લક્ઝરી લાઈફસ્ટાઈલ ઉપરાંત તાન્યાએ શોમાં તેના લગ્ન વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે શો છોડ્યા પછી તે આવતા વર્ષે લગ્ન કરશે. તાન્યાના મોટા મોટા નિવેદનો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક તેને ફની કહી રહ્યા છે.