Vash Level 2 Box Office Day 2: બજેટ જેટલા કમાઈ શકશે જાનકી બોડીવાલાની 'વશ 2'! જાણો રિલીઝના બીજા દિવસે કેવા રહ્યા હાલ

વશ લેવલ 2 ફિલ્મ 8 કરોડ રૂપિયાની આસપાસના બજેટમાં બની છે. હાલ ફિલ્મનું કુલ કલેક્શન 2.15 કરોડ છે. તે જોતા ફિલ્મની કમાણીની ગતિ હાલ ધીમી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 29 Aug 2025 11:35 AM (IST)Updated: Fri 29 Aug 2025 11:35 AM (IST)
vash-level-2-box-office-collection-day-2-janki-bodiwala-hitu-kanodia-hiten-kumar-horror-thriller-gujarati-movie-593596

Vash Level 2 Box Office Collection Day 2: જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, હિતેન કુમાર અને મોનલ ગજ્જર અભિનીત હોરર ફિલ્મ વશ લેવલ 2 હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. અપેક્ષા મુજબ ફિલ્મને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. ચાલો જાણીએ રિલીઝના બીજા દિવસે ફિલ્મે કેટલું કલેક્શન કર્યું…

વશ લેવલ 2 બોક્સ ઓફિસ કલેક્શન(Vash Level 2 Box Office Collection)

27 ઓગસ્ટના રોજ વશ લેવલ 2 રિલીઝ થઈ હતી. કલેક્શનની વાત કરીએ તો વશ લેવલ 2 એ ભારતમાં કુલ 2.15 કરોડની કમાણી કરી છે. જ્યારે ગુજરાતી ભાષામાં ફિલ્મે 1.3 કરોડ અને હિન્દી ભાષામાં કુલ 85 લાખનો વકરો કર્યો છે.

ઓપનિંગ ડે પર વશ લેવલ 2 એ ગુજરાતી ભાષામાં 85 લાખ અને બીજા દિવસે 45 લાખનું કલેક્શન કર્યું હતું. વશ લેવલ 2 હિન્દી ભાષામાં પણ રિલીઝ કરાઈ છે. જેમાં પહેલા દિવસે 45 લાખ અને બીજા દિવસે 40 લાખનું કલેક્શન કર્યું હતું.

વશ લેવલ 2 બજેટ જેટલા કમાઈ શકશે?

વશ લેવલ 2 ફિલ્મ 8 કરોડ રૂપિયાની આસપાસના બજેટમાં બની છે. હાલ ફિલ્મનું કુલ કલેક્શન 2.15 કરોડ છે. તે જોતા ફિલ્મની કમાણીની ગતિ હાલ ધીમી છે. હવે ફિલ્મ પાસે આ વિકએન્ડ પર કમાણી કરવાની સારી તક છે. જોઈએ આ વિકએન્ડ પર ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે.