Pathaan Advance Booking: વિદેશમાં ફિલ્મ પઠાણનો ક્રેઝ, એડવાન્સ બુકિંગ શરૂ, પહેલા દિવસે આટલા કરોડની ટિકિટો વહેંચાઈ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 16 Jan 2023 05:30 PM (IST)Updated: Mon 16 Jan 2023 05:30 PM (IST)
shahrukh-khan-deepika-padukone-starrer-movie-pathan-advance-booking-started-in-worldwide-77538

અમદાવાદ.
Pathaan Advance Booking:
શાહરૂખ ખાન (Shah Rukh Khan) ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ પઠાણનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પઠાણ આ વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતોએ ચાહકોના દિલોમાં પહેલાથી જ જગ્યા બનાવી લીધી છે. ફિલ્મ પઠાણની અમેરિકમાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગઇ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ પઠાણના પહેલા દિવસના શો માટે અમેરિકામાં અંદાજે 23 હજાર ટિકિટ વહેંચાઈ ચૂકી છે. એટલે કે ફિલ્મે એડવાન્સ બુકિંગથી 2.8 કરોડ રુપિયા કમાવી લીધા છે. પઠાણની એડવાન્સ બુકિંગ જોતા તે જર્મનીમાંથી એડવાન્સ બુકિંગથી 1.32 કરોડનો બિઝનેસ કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાંથી ફિલ્મને 45 લાખ રુપિયાની કમાણી થઇ ચૂકી છે. વિદેશમાં પઠાણની એડવાન્સ બુકિંગ જોતા લાગી રહ્યું છે કે તે ભારતમાં શાનદાર ઓપનિંગ કરી શકે છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર જોન અબ્રાહમ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ત્રિપુટી જોવા મળશે.

https://www.youtube.com/watch?v=huxhqphtDrM

શાહરૂખ ખાન છેલ્લે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. લગભગ ચાર વર્ષ પછી કિંગ ખાન કમબેક કરી રહ્યો છે અને તેની પ્રથમ ફિલ્મ પઠાણ હશે.

શાહરૂખ પઠાણને હિટ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. બોડી બનાવવાથી લઈને ફિલ્મના પ્રમોશન સુધી કિંગ ખાન દરેક યુક્તિ અજમાવી રહ્યો છે. પઠાણ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ વિશ્વભરમાં અનેક સ્થળોએ કરવામાં આવ્યું છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.