Pushpa 2 Box Office Collection Day 7: હાલમાં સિનેમાઘરોમાં ફિલ્મ પુષ્પા 2 ધૂમ મચાવી રહી છે. ત્યારે આ ફિલ્મ તેની રિલીઝના માત્ર સાત દિવસમાં જ દેશની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે સાત દિવસમાં ધૂમ કમાણી કરીને મોટી-મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મને વીકેન્ડ બાદ વીક ડે પર મોટી સંખ્યામાં દર્શકો મળી રહ્યા છે. ત્યારે જાણો ફિલ્મનું કુલ કલેક્શન.
સૈકનિલ્કના અર્લી ટ્રેન્ડ પ્રમાણે, ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'એ રિલીઝના સાતમા દિવસે 42 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 687 કરોડ રૂપિયા થઈ ગયું છે. ભાષા પ્રમાણે જોઈએ તો, ફિલ્મે સાત દિવસમાં હિંદીમાં 398 કરોડ, તેલુગુમાં 232.75 કરોડ, તમિલમાં 39 કરોડ, મલયાલમમાં 12.1 કરોડ અને કન્નડમાં 5.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' સાતમા દિવસે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેને સાતમા દિવસે 42 કરોડની કમાણી સાથે વોર (27.75 કરોડ), પીકે (27.55 કરોડ), ગદર 2 (23.28 કરોડ), બાહુબલી 2 (22.75 કરોડ), એનિમલ (22.35 કરોડ), પઠાણ (22 કરોડ), જવાન (21.3 કરોડ) અને દંગલ (19.89 કરોડ) સહિત મોટી ફિલ્મોને માત આપી દીધી છે.