Naseeruddin on Kerala Story: બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહ તે કલાકારોમાંથી એક છે જે પોતાના મનની વાત કહેતા ક્યારેય ખચકાતા નથી. આ વખતે પણ તેમણે આવું જ કંઈક કર્યું છે. વેબ સીરીઝ 'તાજઃ રેન ઓફ રિવેન્જ'ના પ્રમોશન દરમિયાન જ્યારે તેમણે સુદીપ્તો સેનની ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ ફિલ્મની કડક શબ્દોમાં નિંદા કરી. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે તેમનો ધ કેરલ સ્ટોરી ફિલ્મ જોવાનો કોઈ જ ઈરાદો નથી.
નસીરુદ્દીન શાહે આપી આ પ્રતિક્રિયા
નસીરુદ્દીન શાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- ભીડ, અફવા, ફરાઝ ત્રણેય ફિલ્મો ધરાસાયી થઈ ગઈ છે. કોઈ પણ તેને જોવા ન ગયું. તે લોકો જ કેરલ સ્ટોરી જોવા જઈ રહ્યાં છે. આ ઘણો જ ખતરનાક ટ્રેન્ડ છે. મેં હજુ સુધી ધ કેરલ સ્ટોરી ફિલ્મ જોઈ નથી અને તેને જોવાનો કોઈ ઈરાદો પણ નથી. કેમકે મેં પહેલા જ આ અંગે ઘણું બધું વાંચી લીધું છે.
નસીરુદ્દીન શાહના નિવેદને સૌકોઈને ચોંકાવ્યા
નસીરુદ્દીન શાહે ઈન્ટરવ્યૂ દરમિયાન આ ટ્રેન્ડની તુલના નાઝી જર્મની સાથે કરી. તેમણે કહ્યું- આ ઘણો જ ખતરનાક ટ્રેન્ડ છે. તેમાં કોઈ શંકા નથી. એવું લાગે છે કે આપણે નાઝી જર્મની તરફ આગળ વધી રહ્યાં છીએ. હિટલરના સમયમાં ફિલ્મ નિર્માતાઓને નેતા પોતાની પ્રશંસા કરનારી ફિલ્મ બનાવવાનું કહેતા હતા. આ ટ્રેન્ડના કારણે જ અનેક મહાન નિર્માતા જર્મની છોડીને હોલિવૂડ જતા રહ્યા અને ત્યાં ફિલ્મ બનાવવા લાગ્યા. અહીં પણ કંઈક આવી જ સ્થિતિ બનતી જોવા મળી રહી છે.