Kollam Sudhi Dies: મલિયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાનું કાર અકસ્માતમાં મોત; સાથે રહેલા ત્રણ કલાકારો ઘાયલ

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Mon 05 Jun 2023 10:48 AM (IST)Updated: Mon 05 Jun 2023 10:51 AM (IST)
malayalam-actor-and-mimicry-artist-kollam-sudhi-dies-at-39-in-car-accident-141493

Malayalam Actor Kollam Sudhi Dies: મલિયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક માઠા સમાચાર આવ્યા છે. મલિયાલમ એક્ટર કોલ્લમ સુધીનું કાર અકસ્માતમાં નિધન થયું છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ અભિનેતાને ઈજા થઈ છે. કોલ્લમના નિધન પર કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને શોક પ્રગટ કર્યો છે. કોલ્લમના ચાહકો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

મળતી માહિતી મુજબ કોલ્લમ સુધી (Kollam Sudhi)ની કારને ત્રિશૂરના કેપમંગલમ નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો. કોલ્લમ સુધી વાતકરામાં એક કાર્યક્રમ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. તેની સાથે કોમેડિયન બીનુ આદિમાલી, ઉલ્લાસ અને મહેશ પણ હતા. તેઓની કાર સામે આવી રહેલી કરિયર સાથે અથડાઈ હતી. કોલ્લમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને થિસુરની કોડુગલ્લૂર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં કોલ્લમનું મોત થયું અને સાથે જે કલાકારો હતા તેઓને ઈજા થઈ છે.

કોલ્લમ સુધિએ 2015માં રિલીઝ થયેલી 'કંથારી' સાથે ઓનસ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું. તે 'કટપ્પનયાલે ઋત્વિક રોશન', 'કુટ્ટનાદન મરપ્પા', 'થિટા રપ્પાઈ', 'વકાથિરિવુ', 'એન ઈન્ટરનેશનલ લોકલ સ્ટોરી', 'એસ્કેપ', 'કેસુ ઇ વેદિન્તે નાધાન' અને 'સ્વર્ગથિલે કટ્ટુરુમ્બુ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.