Sunita Ahuja સાથે ડિવોર્સ પર Govinda એ કેટલું ભરણપોષણ આપવું પડશે? જાણો

સુનિતા આહુજાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે અરજી દાખલ કરી છે. ચાલો જાણીએ કે જો બંનેના ડિવોર્સ થશે તો ગોવિંદાએ સુનિતાને કેટલું ભરણપોષણ આપવું પડશે?

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 23 Aug 2025 10:42 AM (IST)Updated: Sat 23 Aug 2025 10:42 AM (IST)
how-much-alimony-will-govinda-have-to-pay-in-divorce-with-sunita-ahuja-590341

Govinda Sunita Divorce Alimony News: બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના 38 વર્ષના લાંબા લગ્નજીવનમાં તિરાડ પડી છે. સુનિતા આહુજાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે અરજી દાખલ કરી છે. સુનિતાએ હિંદુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13 (1) (i), (ia), અને (ib) હેઠળ અરજી કરી છે.

કોર્ટે 25 મેના રોજ ગોવિંદાને સમન્સ મોકલ્યા હતા, પરંતુ અભિનેતા હાજર રહ્યા નહોતા, જેના કારણે તેમને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. ચાલો જાણીએ કે જો બંનેના ડિવોર્સ થશે તો ગોવિંદાએ સુનિતાને કેટલું ભરણપોષણ આપવું પડશે?

Govinda પાસે કેટલી સંપત્તિ છે

ગોવિંદાની નેટવર્થ આશરે 150 થી 170 કરોડની આસપાસ છે. જેમાં તેમની સંપત્તિમાં 16 કરોડનો જુહુનો બંગલો ‘જલ દર્શન’ તેમજ મુંબઈ (રૂઇયા પાર્ક, મડ આઇલેન્ડ), કોલકાતા, રાયગઢ અને લખનઉમાં ફાર્મહાઉસ અને ફ્લેટ્સનો સમાવેશ થાય છે.

Govindaને કેટલું ભરણપોષણ આપવું પડશે?

ડિવોર્સની સ્થિતિમાં ભરણપોષણની કોઈ નિશ્ચિત રકમ કાયદામાં નક્કી નથી હોતી. તે પતિની આવક અને સંપત્તિ, પત્નીની આર્થિક સ્થિતિ, લગ્નનો સમય અને લગ્ન દરમિયાનનું જીવનધોરણ જેવા ઘણા પરિબળો પર આધાર રાખે છે. સામાન્ય રીતે કોર્ટ પતિની ચોખ્ખી આવકના 25 ટકા સુધી પત્નીને કાયમી ભરણપોષણ તરીકે નક્કી કરી શકે છે. આ હિસાબે ગોવિંદાને તેમની પત્નીને આશરે 35 થી 40 કરોડ ચૂકવવા પડી શકે છે.