Pathaan Advance Booking: શાહરૂખના ફેન્સ માટે મોટા સમાચાર, 20 જાન્યુઆરીથી ગુજરાત સહિત દેશભરમાં શરૂ થશે 'પઠાણ' નું એડવાન્સ બુકિંગ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 18 Jan 2023 09:45 AM (IST)Updated: Wed 18 Jan 2023 09:46 AM (IST)
bollywood-big-news-for-shahrukh-fans-pathan-advance-booking-will-start-from-january-20-78360

અમદાવાદ.
Pathaan Advance Booking:
કિંગ ખાનના ચાહકો તેને ફિલ્મી પડદે જોવા માટે ઉત્સાહિત છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ પઠાણનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પઠાણ આ વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતોએ ચાહકોના દિલોમાં પહેલાથી જ જગ્યા બનાવી લીધી છે.

હવે ફિલ્મને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પઠાણની એડવાન્સ બુકિંગ (Pathaan Advance Booking) 20 જાન્યુઆરીથી શરૂ થઇ જશે. રિલીઝના પાંચ દિવસ પહેલા જ લોકો પોતાની ટિકિટ બુક કરાવી શકશે. પઠાણ YRF બેનર હેઠળ બની છે અને તે એક સ્પાય યુનિવર્સ ફિલ્મ છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરી શકે છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. સિદ્ધાર્થને એક્શન ફિલ્મો બનાવવામાં એક્સ્પ્ટ માનવમાં આવે છે. આ પહેલા તે વોર અને બેન્ગ બેન્ગ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ બંને ફિલ્મોમાં રિતિક રોશન જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર જોન અબ્રાહમ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ત્રિપુટી જોવા મળશે.

શાહરૂખ ખાન લાંબા સમય બાદ આ વર્ષે 3 ફિલ્મોમાં જોવા મળશે. છેલ્લે તે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો, જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. લગભગ ચાર વર્ષ પછી, કિંગ ખાન કમબેક કરી રહ્યો છે, અને તેની પ્રથમ ફિલ્મ પઠાણ હશે. પઠાણ ઉપરાંત કિંગ ખાન હાલમાં સાઉથ ડિરેક્ટર એટલી સાથે ફિલ્મ 'જવાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ફાતિમા સના શેખ અને નયનતારા પણ જોવા મળશે. શાહરૂખ પાસે રાજ કુમારી હિરાનીની 'ડંકી' પણ છે, જેમાં તે તાપસી પન્નુ સાથે જોવા મળશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.