Saiyaara Aneet Padda: વર્ષ 2025ની રોમેન્ટિક લવ સ્ટોરી 'સૈયારા'ને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી હતી અને દર્શકોના દિલમાં ઉતરી ગઈ હતી. જોકે ફિલ્મની હિરોઈન અનીત પડ્ડા માટે તેની સફળતા માત્ર બોક્સ ઓફિસના આંકડાઓ કરતાં પણ વધુ કંઈક ખાસ હતી. જાણો શું કહ્યું અભિનેત્રીએ...
અનીત પડ્ડાના દાદાને અલ્ઝાઈમરની બીમારી
અનીત પડ્ડા માટે 'સૈયારા' એક ખાસ કારણસર વધુ નજીક છે. ફિલ્મમાં અનીતનો રોલ એક એવી છોકરીનો છે જેને અલ્ઝાઈમરની બીમારી છે. અનીત જણાવે છે કે તેના દાદાને પણ આ જ બીમારી છે. 'હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે મારા દાદુને અલ્ઝાઈમર છે, તેઓ હવે એવા સ્ટેજ પર છે જ્યાં તેમને મોટાભાગની વસ્તુઓ યાદ નથી રહેતી.
દાદાને અનીતનું નામ પણ યાદ નથી
આ ફિલ્મે દર્શાવ્યું કે મગજ ભૂલી જાય છે, પણ દિલ ક્યારેય ભૂલતું નથી. અનીતના દાદા અલ્ઝાઈમરને કારણે ઘણી વસ્તુઓ ભૂલી ગયા હતા. પરંતુ જ્યારે તેમને 'સૈયારા'ના કેટલાક વીડિયો બતાવવામાં આવ્યા, ત્યારે તેમને અનીત સાથે જોડાયેલી યાદો યાદ આવી. અનીત ભાવુક થઈને કહે છે કે તેમને મારું નામ યાદ નથી, પણ તેઓ હજુ પણ મને હીરાપુત અને મખ્ખન કહીને બોલાવે છે.
આ પણ વાંચો
ફિલ્મના વીડિયો જોઈને ખુશ થયા હતા દાદા
તે મને ઓળખે છે, પણ હું કોણ છું તે જાણતા નથી. જ્યારે મારી ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તેઓ થિયેટરોમાં આવી ન શક્યા કારણ કે તે બેડ રેસ્ટ પર હતા. તેથી મારા માતા-પિતાએ તેમને ફિલ્મ સંબંધિત કેટલાક વીડિયો બતાવ્યા અને જોયા પછી તેઓ ખુશ થઈ ગયા અને કહ્યું કે હીરાપુત ઔર મખ્ખન દી મૂવી. તે ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ હતી.