Saiyaara Collection: વર્લ્ડ વાઈલ્ડ કમાણીમાં ફિલ્મ 'સૈયારા' 400 કરોડને પાર, જાણો લેટેસ્ટ કલેક્શન

આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ફિલ્મ 'સૈયારા' એ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ચાલો જાણીએ કે ફિલ્મે 12મા દિવસે કેટલી કમાણી કરી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 30 Jul 2025 12:40 PM (IST)Updated: Wed 30 Jul 2025 12:40 PM (IST)
saiyaara-box-office-collection-day-12-india-worldwide-aneet-padda-ahaan-panday-575842

Saiyaara Box Office Collection Day 12: ફિલ્મ 'સૈયારા' દ્વારા અનિત પડ્ડા અને અહાન પાંડેએ લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મના સંવાદો, ગીતો અને અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઉપરાંત આ ફિલ્મે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. દરેકને આ પ્રેમકથા પસંદ આવી રહી છે. ચાલો જાણીએ કે ફિલ્મે કુલ કેટલા કરોડની કમાણી કરી છે.

સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન

સૈયારાએ શરૂઆતના દિવસે 21.5 કરોડ રૂપિયા કલેક્શન કર્યું હતું. ત્યારબાદ ફિલ્મના કમાણીના ગ્રાફમાં સતત વધારો થયો. પહેલા અઠવાડિયામાં ફિલ્મે કુલ 172.75 કરોડ રૂપિયા કલેક્શન કર્યું. તે જ સમયે બીજા અઠવાડિયામાં પ્રવેશ કર્યા પછી ફિલ્મ 200 કરોડ ક્લબમાં પ્રવેશી. 250 કરોડ ક્લબમાં સ્થાન મેળવ્યા પછી 12 દિવસે ફિલ્મે ભારતમાં 263.63 કરોડનું ચોખ્ખું કલેક્શન કર્યું છે.

સેકનિલ્કના અહેવાલ મુજબ મંગળવારે ફિલ્મે 7.13 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મે બીજા રવિવારે પણ 30 કરોડનો બિઝનેસ કર્યો હતો, જે કોઈપણ ફિલ્મ માટે મોટી વાત છે. ખાસ કરીને ડેબ્યૂ સ્ટારની ફિલ્મ માટે આટલું શાનદાર પ્રદર્શન મહત્વનું છે. એવી શક્યતા છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં 300 કરોડ ક્લબમાં પ્રવેશ કરી શકે છે. આ સાથે જ ફિલ્મે વર્લ્ડ વાઈલ્ડ 404 કરોડની કમાણી કરી લીધી છે.

સૈયારા કેમ સતત સફળતા મેળવી રહી છે?

અહાન પાંડે અભિનીત ફિલ્મ સૈયારાએ શરૂઆતના દિવસથી જ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી લીધી છે. ખાસ કરીને યુવા પેઢી ફિલ્મ પ્રત્યે ખાસ લગાવ અનુભવી રહી છે. મોહિત સૂરી એક અલગ પ્રકારની ક્રેઝી લવ સ્ટોરી બતાવવામાં સફળ સાબિત થયા અને જ્યારે લોકોએ તેને થિયેટરોમાં જોઈ, ત્યારે તેમને કદાચ તેમાં તેમના જીવનની ઝલક જોવા મળી. આ જ કારણ છે કે ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો.