રાજેન્દ્રસિંહ પરમાર, ગાંધીનગર.
ગુજરાત વિધાનસભાના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. તેમના નવા મંત્રી મંડળમાં પારડી વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા કનુ દેસાઇને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે અહી કનુ દેસાઈના રાજકીય જીવન, સામાજિક જીવન સહિતની વિગતો અહીં જણાવવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના ગત મંત્રી મંડળમાં પણ કનુ દેસાઇ(Kanu Desai)નો સમાવશ કરાયો હતો.
કનુભાઇ દેસાઇનો જન્મ 3 ફેબ્રુઆરી 1951 માં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં થયો હતો.તેમણે બી.કોમ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત પારડી વિધાનસભા સીટ પરથી સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ઉર્જા અને નાણાં વિભાગની જવાબદારી સોપવામાં આવી છે. 2022-23નું ગુજરાતનુ બજેટ કનુંભાઇ દેસાઇએ રજૂ કર્યુ હતુ.
રાજકીય જીવન
કનુભાઇ દેસાઇ 1973થી જનસંધ સમયથી પક્ષ માટે સમર્પીત હતા અને ત્યાર બાદ ઇમરજન્સી સમયે સક્રિય કાર્યકર્તા તરીકે ભાજપ માટે કામગીરી કરી હતી. 2005 થી 2009 ભાજપના વાપી નોટીફાઇડ મંડળ સંગઠનમાં કોશાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી. 2009 થી 2012 વલસાડ જિલ્લા સંગઠનમાં કોશાધ્યાક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી. 2012 થી 2017માં પારડી વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા. 37600 લીડ સાથે તેઓ વિજેતા બન્યા હતા. 2017 થી 2022 માં પારડી વિધાનસભા સીટ પરથી વિજેતા બન્યા હતા. 2013 થી 2021 વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત બે ટર્મ સુધી જવાબદારી નિભાવી હતી. પોતાની આગવી કુશલતાથી વલસાડ જિલ્લાની પાચ વિધાનસભા નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિજય અપાવ્યો હતો.
સામાજિક જવાબદારી
કનુભાઇ દેસાઇ પોતાની નોકરીનો મહત્તમ સમય વાપી સ્થિત યુપીએલ લીમીટેક કંપની ખાતે ગાળ્યો હતો. ઓફીસર લેવલથી શરૃ કરીને વાઇસ પ્રેસીડંન્ટ અને ડાયરેક્ટર સુધીની તેમણે સફળતા મેળવી હતી. તેઓ એડમીનીસ્ટ્રેશન, લોએઝન અને લીગલ તેમજ સમાજીત ઉત્તરદાયીત્વ જેવી વિશેષ જવાબદારી નિભાવી હતી. વાપી વીઆઇએ એક્ટિવ એડવૈઝર પણ રહ્યા છે અને વીઆઇએના એક્ટિવ અને ખુબ મહત્વ સભ્ય પણ છે. કનુભાઇ દેસાઇ વાપી ગ્રીન એનવાયરમેન્ટ લીમીટેડના ડાયરેક્ટર પણ છે. 2009 થી 2012 સુધી તેઓ નોટીફાઇડ એરિયા ઓથોરિટીના સતત બે ટર્મ ચેરમેન પણ રહી ચુક્યા છે. આહવા ખાતે આદિવાસી બાળકોની એકલવ્ય શાળામાં પણ તેઓ મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. તેઓ સાન્ડ્રા શ્રોફ રોફેળ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી પણ છે. વાપી મુક્તિધાનના વિકાસમા પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.
વિશેષ કાર્ય અને જવાબદારી
કનુભાઇ દેસાઇ ગુજરાત લાઇફ મીનીસ્ટ્રીની કમિચીમાં મહત્વના સભ્ય તરીકે પણ પદ ધરાવે છે. કોરોના કાળ દરમ્યાન ઓક્સિજન, વેન્ટિલેટર, કોરોના વોડ, ડોક્ટરની વ્યવસ્થા, ઇન્જેક્શન, વેક્સિન, ફુડ પેકેટ, ભોજન, આ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હતી ત્યારે પ્રથમ વાર ભાજપ પક્ષનું સુવિધાયુક્ત કાર્યાલય બનાવ્યુ હતુ. વાપી નોટીફાઇડ વિસ્તારના રહેણાક વિસ્તારની મધ્યમાંથી પસાર થતી બીલખાડીના ડેફથનીંગ અને વાઇડનીંગ બાબતની કામગીરી 4040 લાખના ખર્ચે વર્ષ 2012 થી 2022 સુધી કુલ 11.98 કી.મી લંબાઇનું કામ કુલ ત્રણ તબક્કામાં કર્યુ છે. વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સીસ્ટમને સીધુ સહાયક બની રહ્યુ છે. 3862 લાખના ખર્ચે સ્ટ્રેમ વોટર ગટરલાઇન મોટી અને ઉન્ડી અને ઢાંકણ સાથે પાકી કરવાની કમાગીરી 20 કી.મી લંભાઇ ફક્ત 4 વર્ષમાં પુર્ણ કરી હતી
3228 લાખના ખર્ચે રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ડીજીવીસીએલની હાય પાવર લાઇનને અંડરગ્રાઉન્ડ કરાવાની કામગીરી તેમજ જેટકોની પસાર થતી ઇલેકટ્રીક લાઇનને અંડરગ્રાઇન્ડ કરવાની કામગીરી કરી હતી. 460 લાખના ખર્ચે વાપી વિસ્તારના તમામ રસીડેન્સીયલ એરિયામાં સ્ટ્રીટલાઇટની કામગીરી કરી હતી.