Delhi Election 2025 Voting Updates: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગઈ છે. જેને લઈને રાજધાનીમાં સુરક્ષાના તમામ વ્યવસ્થા કરવામાં આવ્યા છે. સંવદેનશીલ બૂથો પર ભારે પોલીસફોર્સ તૈનાત છે. દિલ્હીવાસીઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
Delhi Election 2025 Voting: દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 699 ઉમેદવારો મેદાનમાં છે.
Delhi Election 2025 Voting: AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારથી ભાજપના પ્રવેશ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રી આતિશી કાલકાજીમાં ભાજપના રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા સામે ચૂંટણી લડી રહ્યા છે.
Delhi Election 2025 Voting: પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું
दिल्ली विधानसभा चुनाव में आज सभी सीटों के लिए वोट डाले जाएंगे। यहां के मतदाताओं से मेरा आग्रह है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ हिस्सा लें और अपना कीमती वोट जरूर डालें। इस अवसर पर पहली बार वोट देने जा रहे सभी युवा साथियों को मेरी विशेष शुभकामनाएं। याद रखना है-…
— Narendra Modi (@narendramodi) February 5, 2025