Wagh Bakri Tea: વાઘ બકરી ટી ગ્રુપે સુપર-પ્રીમિયમ નવી વાઘ બકરી રોયલ ચા લોન્ચ કરી

નવી વાઘ બકરી રોયલ ચા, એ વાઘ બકરી ટી ગ્રુપના પોર્ટફોલિયોમાં એક વ્યૂહાત્મક ઉમેરો છે અને લગભગ ત્રણ દાયકામાં CTC/બ્લેક ટી શ્રેણીમાં તેનું પ્રથમ મોટું લોન્ચ છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 13 Aug 2025 08:29 PM (IST)Updated: Wed 13 Aug 2025 08:29 PM (IST)
wagh-bakri-tea-group-launches-refreshing-new-super-premium-wagh-bakri-royal-tea-584779

  Wagh Bakri Tea:વાઘ બકરી ટી ગ્રુપે તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ચા, 'વાઘ બકરી રોયલ' લોન્ચ કરી છે. આ નવું સુપર-પ્રીમિયમ ચા બ્લેન્ડ (મિશ્રણ), વાઘ બકરી બ્રાન્ડની એક શતાબ્દીથી પણ લાંબી યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. જે ખાસ કરીને ચાના દરેક ઘૂંટમાં પ્રામાણિકતા સાથે અનેરી તાજગી ઈચ્છતા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે.

વાઘ બકરી રોયલ, આસામના શ્રેષ્ઠ ચાના બગીચાઓમાંથી 100% હાથથી ચૂંટેલા પાંદડાઓમાંથી તૈયાર કરવામાં આવે છે. તે લાંબા પાંદડા અને મજબૂત CTC ચાનું શાનદાર ચા બ્લેન્ડ (મિશ્રણ) છે. તે એક બોલ્ડ ફ્લેવર, જીવંત કેસરી રંગ અને મન મોહિત કરનારી સુગંધ સાથે ચાનો તાજગીથી ભરપૂર આહલાદક અનુભવ આપે છે.

વાઘ બકરી રોયલ ચા, એ વાસ્તવમાં, તેના શ્રેષ્ઠ સ્વાદ, અજોડ શક્તિ અને શુદ્ધતા માટે એક અલગ ઓળખ ઉભી કરે છે અને તે બ્રાન્ડની અત્યાર સુધીની સૌથી પ્રીમિયમ ઓફર છે.

નવી વાઘ બકરી રોયલ ચા, એ વાઘ બકરી ટી ગ્રુપના પોર્ટફોલિયોમાં એક વ્યૂહાત્મક ઉમેરો છે અને લગભગ ત્રણ દાયકામાં CTC/બ્લેક ટી શ્રેણીમાં તેનું પ્રથમ મોટું લોન્ચ છે. તે ખાસ કરીને, પ્રાકૃતિક સમૃદ્ધ સુગંધ અને સ્વાદ ઈચ્છતા પ્રીમિયમ ચા પ્રેમીઓ માટે તૈયાર કરવામાં આવી છે.

આ લોન્ચીંગ પ્રસંગે, વાઘ બકરી ટી ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજય સિંઘલે જણાવ્યું હતું કે નવી વાઘ બકરી રોયલ ચા, એ અમારું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ચા બ્લેન્ડ (મિશ્રણ) છે. અમારી બ્રાન્ડ પરંપરામાં મૂળ ધરાવે છે પરંતુ સાથે-સાથે તે ભવિષ્ય સાથે સુસંગત અને સમર્પિત છે. અમે ઈનોવેશન અને ગ્રાહકની ઊંડી સમજ દ્વારા પ્રેરિત ઓફરોના માધ્યમથી ચા ની વિવિઘ શ્રેણીનું નેતૃત્વ કરવા અને આ ક્ષેત્રે અગ્રણી રહેવા માટે પ્રતિબદ્ધ છીએ.

વાઘ બકરી રોયલ, એ આસામમાં એક ખાસ ઊંચાઈ પાર આવેલા ચાના બગીચાઓમાંથી શ્રેષ્ઠ ચા ની લાંબી પત્તી (ઓર્થોડોક્સ) અને સીટીસી ચાનું ઉત્કૃષ્ટ બ્લેન્ડ (મિશ્રણ) છે, જે એક સમૃદ્ધ અને લિજ્જતદાર ટેસ્ટ આપે છે. આ ચાની ચુસ્કી લીધાની સાથે જ મૂડ ફ્રેશ થઈ જાય છે. તે અગ્રણી 'A' ક્લાસના આઉટલેટ્સ, પ્રીમિયમ સ્ટેન્ડઅલોન સ્ટોર્સ, આધુનિક ટ્રેડ ફોર્મેટ અને ટોચના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

વાઘ બકરી રોયલ ચા, શરૂઆતમાં અમદાવાદ અને વડોદરામાં લોન્ચ કરવામાં આવી છે, જેને વાઘ બકરી ટી ગ્રુપની મજબૂત પ્રાદેશિક હાજરી અને મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો લાભ મળશે. આગામી દિવસોમાં તેને અન્ય વધુ બજારોમાં લોન્ચ કરવામાં આવશે.