Transrail Lighting IPO Allotment Status: ટ્રાન્સરેલ લાઈટિંગનો આઈપીઓ 19 ડિસેમ્બરે રોકાણ માટે ખુલ્યો હતો. આ આઈપીઓને રોકાણકારોને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આઈપીઓ 80.8 ટકા ભરાયો હતો. આજે તેનું એલોટમેન્ટ છે. જાણો હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું ચાલી રહ્યું છે અને કેવી રીતે એલોટમેન્ટ ચેક કરશો
Transrail Lighting IPO GMP
ગ્રે માર્કેટમાં ટ્રાન્સરેલ લાઇટિંગનો IPO ગ્રે માર્કેટમાં ભાવ 192 રુપિયા ચાલી રહ્યો છે. એટલે કે રોકાણકારોને 44.44 ટકા રિટર્ન મળી શકે છે. કંપની દ્વારા પ્રાઈઝ બેન્ડ 410 થી 432 રુપિયા નક્કી કરવામાં આવી હતી. અપર પ્રાઈઝ બેન્ડને જોતા પ્રતિ 432 રુપિયાનો શેર 624 રુપિયા પર લિસ્ટ થઈ શકે છે.
Transrail Lighting IPO Allotment
ટ્રાન્સરેલ લાઇટિંગ આઈપીઓની સાઈઝ 838.91 કરોડ રુપિયા છે. 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી આઈપીઓ ખુલ્યો હતો. 27 ડિસેમ્બરે આઈપીઓનું લિસ્ટિંગ છે. આજે તેનું એલોટમેન્ટ થવાનું છે. જાણો કેવી રીતે ચેક કરશો એલોટમેન્ટ સ્ટેટસ
Transrail Lighting IPO Allotment Check
- BSE લિંક પર લોગ ઈન કરો – bseindia.com/investors/appli_check.aspx
- ઈસ્યુ ટાઈપ ઓપ્શનમાં Equity સિલેક્ટ કરો
- હવે Transrail Lighting સિલેક્ટ કરો.
- આપેલી જગ્યામાં એપ્લિકેશન નંબર અથવા પાન કાર્ડની વિગતો દાખલ કરો.
- આ પછી I’m not a robot પર ક્લિક કરો અને Search ઓપ્શન પર ક્લિક કરો.
- Transrail Lighting IPO એલોટમેન્ટ સ્ટેટસ કમ્પ્યુટર મોનિટર અથવા મોબાઇલ ફોન સ્ક્રીન પર દેખાશે.