History Of Indian Rupee: વર્તમાન સમયમાં રૂપિયો આર્થિક વ્યવહારનું અત્યંત મહત્વનું માધ્યમ બની ગયો છે. જોકે શું તમને કોઈ વિચાર આવ્યો છે કે છેવટે ભારતીય ચલણનું નામ રૂપિયો જ શા માટે રાખવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ રૂપિયાને લગતો આ ઈતિહાસ.
'રૂપિયો' શબ્દ સંસ્કૃત શબ્દ રુપ્યકમમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે ચાંદીનો સિક્કો. ભારતમાં પ્રથમ વખત રૂપિયો શેર શાહ સૂરી દ્વારા ઈશ્ુ કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં કેન્દ્રીય મધ્યસ્થ બેંક RBI તરફથી તેને ઈશ્યુ કરવામાં આવે છે. આપણે રૂપિયાના ઈતિહાસ અંગે વિશેષ માહિતી મેળવશું.

1540-45
પ્રથમ વખત રૂપિયો ચાંદીના સિક્કાના સ્વરૂપમાં શેરશાહ સૂરીએ ઈશ્યુ કર્યો હતો. ત્યારબાદ મોઘલ, મરાઠા અને બ્રિટીશ સામ્રાજ્યમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
પ્રારંભિક અવસ્થામાં કાગળનો રૂપિયો બેંક ઓફ હિન્દુસ્તાને વર્ષ 1770-1832 (જનરલ બેંક ઓફ એન્ડ બિહાર દ્વારા વર્ષ 1773-75 તથા બંગાળ બેંક દ્વારા 1784-91) દરમિયાન ઈશ્યુ કરવામાં આવ્યો હતો.
1લી એપ્રિલ, 1935
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી
જાન્યુઆરી 1938
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા 5ની પ્રથમ વખત નોટ ઈશ્યુ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી-જૂન 1938
આ દરમિયાન મધ્યસ્થ બેંક તરફથી રૂપિયા 10, રૂપિયા 100, રૂપિયા 1000 અને રૂપિયા 10,000ની નોટ ઈશ્યુ કરવામાં આવી હતી.
ઓગસ્ટ 1940
એક રૂપિયાની નોટને ફરી વખત ઈશ્યુ કરવામાં આવી. પ્રથમ વખત એક રૂપિયાની નોટ 30 નવેમ્બર,1917માં ઈશ્યુ કરવામાં આવી હતી
માર્ચ 1943
આ વર્ષ બે રૂપિયાની નોટ ઈશ્યુ કરવામાં આવી
1950
પ્રથમ વખત આઝાદ ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રૂપિયો ઈશ્યુ કરવામાં આવ્યો
1953
પ્રથમ વખત ભારતીય ચલણમાં હિન્દીમાં રૂપિયા શબ્દને અંકિત કરવામાં આવ્યો, જેને વર્ષ 1954માં બદલીને રુપયે કરવામાં આવ્યો
1954
વધારે વેલ્યુવાળા (1,000 રૂપિયા, 5000 રૂપિયા અને 10,000 રૂપિયા) નોટ ઈશ્યુ કરવામાં આવ્યા
1957
એક રૂપિયાને પ્રથમ વખત 100 પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો
1957-67
આ સમયે એલ્યુમીનિયમના એક, બે, ત્રણ, પાંચ અને દસ પૈસાના સિક્કા રજૂ કરવામાં આવ્યા

1980
આ વર્ષે નવી નોટો ઈશ્યુ કરવામાં આી. એક રૂપિયાની નોટ પર ઓયલ રિંગ, બે રૂપિયાની નોટ પર આર્યભટ્ટ, પાંચ રૂપિયાની નોટ પર કૃષિ મશીનીકરણ, 10 રૂપિયાની નોટ પર મોર અને રૂપિયા 20ની નોટ પર કોણાર્ક વ્હીલને અંકિત કરવામાં આવ્યા.
ઓક્ટોબ 1987
રૂપિયા 500ની નોટ ઈશ્યુ કરવામાં આવી
1988
10, 25 અને 50 પૈસાના સ્ટેનલેસ સ્ટીલના સિક્કા રજૂ કરવામાં આવશે.

1992
સ્ટેનલેસ સ્ટીલમાં 1 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા રજૂ કરવામાં આવ્યા
1996
મહાત્મા ગાંધીની તસવીરો સાથે ભારતીય નોટ ઈશ્યુ કરવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે તેમા 10 રૂપિયાથી લઈ રૂપિયા 500 રૂપિયાની નોટનો સમાવેશ થતો હતો.
2005-08
નવા 50 પૈસા, એક રૂપિયો, બે રૂપિયો અને પાંચ રૂપિયાના નાવ સિક્કા ઈશ્યુ કરવામાં આવ્યા
2009
5 રૂપિયાની નોટો ફરી વખત છાપવાની શરૂઆત થઈ. કેટલાક સમય માટે તે બંધ કરી દેવામાં આવી હતી.
જુલાઈ 2010
રૂપિયાનું નવું ચિન્હ 'Rs' ઉપયોગમાં લેવામાં આવ્યું
2011
આ વર્ષ 25 પૈસાના સિક્કા અને તેનાથી નીચેના તમામ સિક્કાનું વિમુદ્રીકરણ કરવામાં આવ્યું. રૂપિયાના નવા ચિન્હ સાથે 50 પૈસાના સિક્કા અન્ે 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની નોટોની નવી સિરીઝ રજૂ કરવામાં આવી.
2012
વર્ષ 2012માં મહાત્મા ગાંધી સિરીઝની તમામ નોટો (10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા અને 1,000 રૂપિયા)ની નોટોને એક Rs ચિન્હ સાથે છાપવામાં આવી.

નવેમ્બર 2016
રૂપિયા 500 અને રૂપિયા 1,000ની નોટોને પાછી ખેંચવામાં આવેલી. ત્યારબાદ રૂપિયા 200, રૂપિયા 500 અને રૂપિયા 2000ની નવી નોટો ઈશ્યુ કરવામાં આવેલી.