Stock Market 13 August: ભારતીય શેરબજારમાં લાલ નિશાન સાથે શેરબજારની શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 150 આંકના ઘટાડા સાથે અને નિફ્ટી 78 આંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. પરંતુ હિડનબર્ગના રિપોર્ટ વચ્ચે અદાણીના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
શેરની સ્થિતિ
BSE સેન્સેક્સ શેરોમાં HDFC બેન્ક, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, ટાટા મોટર્સ અને બજાજ ફાઇનાન્સ લાલ નિશાન સાથે ખુલ્યા હતા. તે જ સમયે અપોલો હોસ્પિટલ, ICICI બેંક, કોટક બેંક, એક્સિસ બેંક અને સન ફાર્માના શેરો ઉછાળા સાથે ખુલ્યા હતા.
અદાણીના મોટા ભાગના શેરમાં તેજી
આજે અદાણી ગ્રુપના મોટા ભાગના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણી પાવરમાં 0.69 ટકાની તેજી છે. તો અદાણી ટોટલ ગેસમાં 1.43 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. અદાણી વિલ્મર પણ 0.83 ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે સૌથી વધારે અદાણી એનર્જી સોલ્યુશનમાં 4.19 ટકાની જોરદાર તેજી જોવા મળી રહી છે. પરંતુ અદાણી એન્ટરપ્રાઈઝીઝમાં 0.45 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.