Today Gold Price: વિશ્વ બજારોમાંથી મળેલા સંકેતો વચ્ચે ભારતીય બુલિયન માર્કેટ (Indian Bullion Market)માં તેજીની ચમક જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના (Gold)ના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 200 ઉછળી રૂપિયા 72,350 રહ્યા છે, જે ગઈકાલે રૂપિયા 72,150 હતા.
જ્યારે દિલ્હી ચાંદી (Silver)નો કીલો દીઠ ભાવ રૂપિયા 82,500થી રૂપિયા 1,000 વધીને રૂપિયા 83,500 રહ્યા છે. વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ 34 ડોલર ઉછળી 2450ને પાર થઈ ગયું છે.
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભણકારા
- મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય ચિંતા (Geopolitical Concerns) ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે સ્થિતિ ગંભીર બનતા સોના અને ચાંદીના ભાવ પર તેની અસર જોવા મળતી હતી.
- આ ચિંતા વચ્ચે રોકાણકારો રોકાણ માટે સુરક્ષિત સોના તરફ વળવાની પૂરી શક્યતા તેમ જ ઘરઆંગણે પણ નવેસરથી માંગ નિકળવાની વ્યાપક સંભાવના વચ્ચે ભાવમાં તેજીમય વલણ જોવા મળતું હતું.
સોનાના ઔંસદીઠ ભાવ 34 ડોલર ઉછળીને 2463 ડોલર
- દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 34 ડોલર ઉછળીને 2463 ડોલર થયા છે. જ્યારે ચાંદીના ઔંસ દીઠ ભાવ 0.54 ડોલર એટલે કે 1.97 ટકા ઉછળી 27.88 ડોલર રહ્યા છે.
- અમદાવાદ ખાતે સોનાના અને ચાંદીના ભાવમાં તેજીની ચમક જોવા મળી હતી.અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 82,000 થયા છે.
- જ્યારે અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 50 વધી રૂપિયા 72,500 અને અમદાવાદ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 72,300 થયો છે.