Gujarat News Today Live: ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ આજે સવારે 7 વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, તાપી જિલ્લામાં મધ્યમ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ આજે સવારે 7 વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, તાપી જિલ્લામાં મધ્યમ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.
આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે. સવારે 4થી 6 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 27 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. જેમાં ડેડિયાપાડામાં 1.9 ઇંચ, ઉમરપાડામાં 1.3 ઇંચ, નેત્રંગમાં 21 મિ.મી., ઝઘડિયામાં 17 મિ.મી. વરસાદ નોંધાયો છે.