Online Gaming: ઓનલાઈન ગેમિંગમાં દર વર્ષે 45 કરોડ ભારતીયો ગુમાવે છે અધધ… રૂપિયા 20,000 કરોડ

સરકારનું માનવું છે કે આ વ્યસન(Gambling addiction)ના કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે, પરંતુ તેની સમાજ પર પણ ગંભીર અસર પડી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 20 Aug 2025 08:57 PM (IST)Updated: Wed 20 Aug 2025 08:57 PM (IST)
online-gaming-450-million-indians-lose-money-annually-government-takes-major-step-know-total-annual-loss-588926

Online Gaming: દર વર્ષે દેશમાં લગભગ 45 કરોડ ભારતીયો ઓનલાઈન 'રિયલ મની'ગેમિંગ(Online money gaming)માં પોતાના પૈસા ગુમાવે છે. સરકારી અંદાજ મુજબ આ નુકસાન લગભગ 20,000 કરોડ રૂપિયા (Financial losses) સુધી પહોંચે છે.

સરકારનું માનવું છે કે આ વ્યસન(Gambling addiction)ના કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે, પરંતુ તેની સમાજ પર પણ ગંભીર અસર પડી રહી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે લોકસભામાં 'ઓનલાઈન ગેમિંગ (પ્રમોશન અને નિયમન) બિલ, 2025' રજૂ કર્યું છે.

આ બિલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવામાં આવશે, પરંતુ કોઈપણ પ્રકારની પૈસા આધારિત ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે આવકના નુકસાનના ડર છતાં આ નિર્ણય લીધો છે કારણ કે સામાજિક કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે.

બિલમાં રૂપિયા 1 કરોડ દંડની જોગવાઈ

  • પૈસા આધારિત ગેમિંગ સેવાઓ પૂરી પાડનારાઓને 3 વર્ષ સુધીની જેલ, 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
  • નિયમો વિરુદ્ધ જાહેરાત કરવા બદલ 2 વર્ષ સુધીની સજા અથવા 50 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
  • ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, ફક્ત તે પ્લેટફોર્મ અથવા કંપનીઓ પર જ કાર્યવાહી કરવામાં આવશે જે આવી રમતો પૂરી પાડે છે.
  • ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે બજેટ, યોજનાઓ અને એક નવી સત્તા બનાવવામાં આવશે.