Kia Seltos ની નવી જનરેશન ટૂંક સમયમાં થશે લોન્ચ, ભારતમાં પહેલીવાર અહિં જોવા મળી; જાણો તેના ફિચર્સ

ભારતમાં ઘણા વાહન નિર્માતા દ્વારા ઘણા સેગમેન્ટમાં વાહનો વેચાય છે. Kia SUV સેગમેન્ટમાં Seltos પણ ઓફર કરે છે. આ SUV ની નવી જનરેશન લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 26 Aug 2025 04:34 PM (IST)Updated: Tue 26 Aug 2025 04:34 PM (IST)
new-generation-of-kia-seltos-will-be-launched-soon-seen-for-the-first-time-in-india-what-will-be-the-changes-592177

Kia Seltos Features: Kia Seltos વાહન નિર્માતા કંપની Kia ભારતમાં ઘણા સેગમેન્ટમાં MPV અને SUV ઓફર કરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટૂંક સમયમાં SUV ની નવી જનરેશન લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ તે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. SUV ની નવી જનરેશન વિશે કઈ માહિતી બહાર આવી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

Kia Seltos ની નવી જનરેશન લોન્ચ કરાશે

મળતી માહિતી પ્રમાણે, Kia દ્વારા ટૂંક સમયમાં ભારતીય બજારમાં Seltos ની નવી જનરેશન લોન્ચ કરી શકાય છે. નિર્માતા દ્વારા તેને લોન્ચ કરતા પહેલા તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

જુઓ તેના વિશે શું માહિતી મળી

રિપોર્ટ પ્રમાણે, SUV નું લોન્ચ કરતા પહેલા તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન તે ભારતના હૈદરાબાદમાં પહેલીવાર જોવા મળી છે. જ્યારે આ પહેલા તે ઘણા દેશોમાં પણ જોવા મળી ચૂકી છે. નવી જનરેશનની સેલ્ટોસમાં નવી LED હેડલાઇટ, બ્લેક રૂફ રેલ્સ, બ્લેક એલોય વ્હીલ્સ, ડ્યુઅલ ટોન ORVM, ટ્રિપલ સ્ક્રીન, EV9 જેવી સીટ, ડ્યુઅલ ઝોન ઓટો એસી, પાવર્ડ સીટ્સ, પેનોરેમિક સનરુફ, વાયરલેસ ફોન ચાર્જર, છ એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, લેવલ-2 ADAS, TPMS અને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી શકે છે.

એન્જિન વિકલ્પ પણ ઉપલબ્ધ હશે

રિપોર્ટ્સ અનુસાર, નવી જનરેશનની સેલ્ટોસ કિયા દ્વારા ઘણા એન્જિન વિકલ્પો સાથે લોન્ચ કરી શકાય છે. પેટ્રોલ અને ડીઝલની સાથે, તેમાં હાઇબ્રિડ ટેકનોલોજી પણ આપી શકાય છે. જેની સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો આપી શકાય છે.

જાણો ક્યારે લોન્ચ થશે

Kia દ્વારા હજુ સુધી આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવી અપેક્ષા છે કે 2026 સુધીમાં ભારતીય બજારમાં SUV લોન્ચ થઈ શકે છે.

જાણો કઇ કાર સાથે સ્પર્ધા કરશે

Kia ની સેલ્ટોસ મિડ સાઇઝની SUV સેગમેન્ટમાં ઓફર કરવામાં આવે છે. આ સેગમેન્ટમાં, તેને  Honda Elevate, Maruti Grand Vitara, MG Hector, Mahindra Scorpio જેવી SUV તરફથી પડકારોનો સામનો કરવો પડે છે.