Railways News: ભારતીય રેલવે(Indian Railways)એ સાત એન્જિન અને 354 વેગન સાથે 4.5 કિમી લાંબી સુપરલોંગ રુદ્રાસ્ત્ર માલગાડી (Rudrastra Goods Train)એટલે કે ગુડ્સ ટ્રેન ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે. રેલવેએ દાવો કર્યો છે કે આટલી લાંબી ગુડ્સ ટ્રેન આ અગાઉ ક્યારેય ભારત ઉપરાંત એશિયામાં ક્યાંય ચાલી ન હતી.
ઓસ્ટ્રેલિયા 7.5 કિમી લાંબી ગુડ્સ ટ્રેન ચલાવવાનો રેકોર્ડ ધરાવે છે. ભારતીય રેલવેએ ઉત્તર પ્રદેશના ડીડીયુ મંડલના ગંજખ્વાજા સ્ટેશનથી આ સુપરલોંગ માલગાડીને ઝારખંડના ફુલબસિયા સ્ટેશન સુધી ચલાવી હતી.
'Rudrastra' - Bharat's longest freight train (4.5 km long) pic.twitter.com/Ufk2MFnpfl
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 8, 2025
4.5 કિલોમીટર લાંબી સુપરલોંગ 'રુદ્રસ્ત્ર' માલગાડી
રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમાર અને પૂર્વ મધ્ય રેલ્વેના સીપીઆરઓ સરસ્વતી ચંદ્રાએ જણાવ્યું હતું કે તેનું પરીક્ષણ સફળ રહ્યું છે. આ માટે બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સુપરલોંગ માલગાડી ચલાવવા માટે 12 લોકો પાઇલટ સહિત 27 ક્રૂ મેમ્બરને તૈનાત કરવામાં આવ્યા હતા.
'અજની'નામનો હેવી લોકોમોટિવ ટ્રેનના આગળના ભાગમાં બીજા એન્જિન સાથે જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ માલગાડીની વચ્ચે પાંચ વધુ લોકોમોટિવ લગાવવામાં આવ્યા હતા. દરેક લોકોમાં બે-બે લોકો પાયલટ તૈનાત કરવામાં આવ્યા હતા. છ રેન્કવાળી આ સુપર માલગાડીમાં દરેક રૈકમાં એક-એક ટ્રેન મેનેજર એટલે કે ગાર્ડ અને અન્ય જરૂરિયાતો માટે નવ સુપરવાઈઝર હતા.
ભારતની જ નહીં પણ એશિયાની સૌથી લાંબી માલગાડી
સમગ્ર ભારતીય રેલ્વેમાં પહેલીવાર 'રુદ્રસ્ત્ર' નામની લાંબી માલગાડી સફળતાપૂર્વક દોડાવવામાં આવી. આ ટ્રેનની સરેરાશ ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક હતી. ગંજખ્વાજા સ્ટેશનથી શરૂ થઈને, તે ગઢવા રોડ સ્ટેશન સુધી 200 કિલોમીટરનું અંતર કાપતી હતી. પછી આ ટ્રેન ધનબાદને સોંપવામાં આવી. જ્યાંથી તે ઝારખંડના ફુલબાસિયા પહોંચી હતી.