Russian Companies: અમેરિકા પાસે Apple-Microsoft-Tesla છે તો રશિયા પાસે કઈ? ભારતના સાચા મિત્ર પાસે કઈ 10 વિશાળ કંપની છે?

એક તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને ટેરિફ બોમ્બની ધમકી આપી રહ્યું છે, તો બીજી તરફ રશિયા ભારતને સસ્તા દરે તેલ આપવાનું વચન આપી રહ્યું છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 23 Aug 2025 04:06 PM (IST)Updated: Sat 23 Aug 2025 04:06 PM (IST)
if-the-us-has-apple-microsoft-tesla-what-does-russia-have-discover-10-major-companies-russia-590575

Russian Industry Heavyweights: અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત અને રશિયાની મિત્રતા ફરી એકવાર મજબૂત બનીને સામે આવી છે. એક તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને ટેરિફ બોમ્બની ધમકી આપી રહ્યું છે તો બીજી તરફ રશિયા ભારતને સસ્તા દરે તેલ આપવાનું વચન આપી રહ્યું છે, પરંતુ સંરક્ષણ સહયોગમાં પણ પગલાં લઈ રહ્યું છે.

આવા વાતાવરણમાં એ જાણવું રસપ્રદ છે કે કઈ મોટી કંપનીઓના બળ પર રશિયા વિશ્વ અર્થતંત્ર (India-Russia economic ties) અને ભૂરાજનીતિમાં મજબૂત ખેલાડી રહે છે.

સૌથી મોટી રશિયન કંપનીઓ કઈ છે?
રશિયામાં સૌથી મૂલ્યવાન કંપની(Russia large companies) ગેઝપ્રોમ પીજેએસસી છે, જેનું માર્કેટ કેપ 64 બિલિયન ડોલર છે. ગેઝપ્રોમ(Gazprom PJSC)ને રશિયાની સૌથી મોટી અને વ્યૂહાત્મક કંપની માનવામાં આવે છે, જે યુરોપને કુદરતી ગેસ વેચીને મોટી આવક મેળવે છે.

ગેઝપ્રોમ પછી રોઝનેફ્ટ ઓઇલ(Rosneft Oil) બીજા સ્થાને છે, જેની માર્કેટ કેપ 49 બિલિયન ડોલર છે. આ એક સરકારી તેલ (Russian industry heavyweights) કંપની છે, જે ચીન સહિત ઘણા દેશોમાં તેનો વ્યવસાય વિસ્તારી રહી છે.

ત્રીજા સ્થાને સ્બરબેંક બેન્ક ઓફ રશિયા (Sberbank of Russia)આવે છે, જેની માર્કેટ કેપ 34 બિલિયન અબજ ડોલર છે. તે રશિયાની સૌથી મોટી બેંક છે, જેમાં લાખો રિટેલ અને કોર્પોરેટ ક્લાયન્ટ્સ છે.

આ ઉપરાંત લ્યુકોઇલ (Lukoil OAO) અને નોવાટેક (Novatek OAO) પણ રશિયાની ટોચની કંપનીઓમાં સામેલ છે. લ્યુકોઇલ વિશ્વની સૌથી મોટી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ તેલ અને ગેસ કંપનીઓમાંની એક છે, જ્યારે નોવાટેક(Novatek OAO) રશિયાની બીજી સૌથી મોટી કુદરતી ગેસ ઉત્પાદક કંપની છે.

ગેઝપ્રોમ શા માટે મહત્વપૂર્ણ છે?
ગેઝપ્રોમનું રશિયાના અર્થતંત્રમાં એ જ સ્થાન છે જેટલું અમેરિકામાં Apple કે Microsoftનું છે. આ કંપની માત્ર સસ્તા દરે સ્થાનિક ઉર્જા જરૂરિયાતો પૂરી કરતી નથી પરંતુ યુરોપ અને એશિયામાં ગેસ સપ્લાય કરીને રશિયાની રાજકીય પકડ પણ મજબૂત બનાવે છે.

કંપનીનું નામકયા સેક્ટરમાં કામ કરે છેમાર્કેટ વેલ્યુ (બિલિયન ડોલરમાં)
Gazprom PJSCOil & Gas Operations64
RosneftOil & Gas Operations49
Sberbank Russia OJSCBanking34
LukOil OAOOil & Gas Operations32
Novatek OAOOil & Gas Operations38
MMC Norilsk NickelMaterials38
Surgutneftegas OJSCOil & Gas Operations11
VTB BankBanking3
Transneft OJSC Pref.Oil & Gas Operations10
TATNEFT PJSCOil & Gas Operations