Google Nano Banana: Googleના CEO સુંદર પિચાઈએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ(X) પર કેળા (Banana)ના ત્રણ ઈમોજી પોસ્ટ કરી છે. હવે ત્યારબાદ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થવા લાગી છે કે છેવટે આ ત્રણ કેળા છે શું, તેને છેવટે સુંદર પિચાઈએ પોસ્ટ શા માટે કરી છે.હવે આ અંગે અટકળો વહેતી થઈ છે કે કદાંચ Googleના નવા AI ટૂલને લઈ એક ટિજર હતું.
હવે જ્યારે Xના પોતાના AI પ્લેટફોર્મ Grokને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે સુંદર પિચાઈ (3 બનાના ઇમોજીસ) કદાચ ચોક્કસ ઈમેજના સટીક એડિટીંગ અને જનરેશન માટે Googleના બહુચર્ચિત 'નેનો બનાના' AI ટૂલ તરફ સંકેત આપે છે.
@grok what does he mean here?
— Nimisha Chanda (@NimishaChanda) August 26, 2025
એવી ચર્ચા છે કે ગૂગલ નેનો બનાના નામનું એક AI ટૂલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ટૂલ ઈમેજને એડિટીંગ કરવા અને જનરેટ કરવા માટે હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ AI-જનરેટેડ વિઝ્યુઅલ્સમાં સર્જનાત્મકતા અને ચોકસાઈનું સ્તર બતાવશે જે હજુ સુધી જોવા મળ્યું નથી.
જેમિની અને તેના નવા અત્યાધુનિક ઇમેજ જનરેશન અને એડિટિંગ મોડેલ સાથે ઇમેજ જનરેશનને હમણાં જ એક કેળા અપગ્રેડ મળ્યું છે. ફોટોરિયલિસ્ટિક માસ્ટરપીસથી લઈને મનને ચકરાવે ચડાવી દે તેવી કાલ્પનિક દુનિયા સુધી તમે હવે તર્ક, નિયંત્રણ અને સર્જનાત્મકતાના નવા સ્તરો સાથે વિઝ્યુઅલ્સને એકીકૃત રીતે જનરેટ, એડિટીંગ અને રિફાઇન કરી શકો છો. આ અંગે ગૂગલ ડીપમાઇન્ડે મંગળવારે પોસ્ટ કરી હતી.
નેનો બનાના શું છે?
નેનો બનાના એક ઉભરતું જનરેટિવ ઇમેજ ટૂલ છે જે ગુગલનો એક સ્ટીલ્થ પ્રોજેક્ટ હોવાનું અફવા છે. તે ટેક્સ્ટ્યુઅલ ઇનપુટ સાથે સંપાદન કરવાની મંજૂરી આપે છે, ઘણીવાર ફક્ત એક કે બે સેકન્ડમાં. તે સમગ્ર સંપાદન દરમિયાન ચહેરાની વિગતો, સ્ટાઇલ અને ઑબ્જેક્ટ સુસંગતતા જાળવી શકે છે. વપરાશકર્તાઓ થોડી મહેનત સાથે પૃષ્ઠભૂમિ બદલી શકે છે, ઑબ્જેક્ટ ઉમેરી શકે છે અને વિઝ્યુઅલ્સને રિફાઇન કરી શકે છે.