EV Charging Station Business: તાજેતરના સમયમાં ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EV)ને લગતો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. સરકાર પણ ઈલેક્ટ્રિક વ્હિકલને સતત પ્રોત્સાહન આપી રહી છે.
તેને લઈ નવી નવી નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં ગલી-મહોલ્લામાં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જીંગ માટે EV ચાર્જીંગ સ્ટેશન ખુલી રહ્યા છે. EV ચાર્જીંગ સ્ટેશનોથી કમાણી કેવી રીતે કરી શકાય છે તેને લગતા ગણિત અંગે આજે આપણે માહિતી મેળવશું.
પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ, હોટેલ અથવા ઓફિસ કોમ્પ્લેક્સ નજીક આ દિવસોમાં આપણને ચાર્જીંગ સ્ટેશન જોવા મળી રહ્યા છે. અહીં લોકો પોતાના ચાર્જીંગ સ્ટેશન જોવા મળે છે.
અહીં લોકો પોતાના ઈલેક્ટ્રિક કાર અથવા અન્ય ગાડીઓને ચાર્જ કરે છે. જેમ પેટ્રોલ અથવા ગેસ સ્ટેશન પર લોકો પ્રતી લીટર હિસાબથી પેટ્રોલ અથવા ડીઝલ કે ગેસ ખરીદે છે. બસ એવી જ રીતે આ ચાર્જીંગ સ્ટેશનો પર પણ ગાડી માલિકો પાસેથી પ્રતિ યુનિટ દરથી પૈસા લેવામાં આવે છે.
ચાર્જિંગ સ્ટેશન કેટલા પ્રકારના હોય છે? EV ચાર્જિંગ સ્ટેશનના વિવિધ પ્રકારો છે. તેમાં DC અને AC ચાર્જિંગ પોઈન્ટ છે. કેટલીક જગ્યાએ બંને પ્રકારના ચાર્જિંગ પોઈન્ટ ઉપલબ્ધ છે. કેટલીક જગ્યાએ ફક્ત AC ચાર્જિંગ સ્ટેશન છે કે જ્યારે કેટલીક જગ્યાએ ફક્ત DC ચાર્જિંગ પોઈન્ટ સુવિધા છે. હવે આ AC અને DC ચાર્જિંગ શું છે? આ સમજવું મહત્વપૂર્ણ છે.
ચાર્જિંગ અને કમાણીનું ગણિત શું છે? ચાર્જિંગ સ્ટેશનની સુવિધાઓ પૂરી પાડતી ઘણી કંપનીઓ છે. કોઈપણ વ્યક્તિ રોકાણ કરીને અને પોતાની ફ્રેન્ચાઇઝી લઈને પોતાનું ચાર્જિંગ સ્ટેશન ખોલી શકે છે.
ચાર્જિંગ સ્ટેશન ફ્રેન્ચાઇઝી પૂરી પાડતી કંપનીના કર્મચારીના જણાવ્યા મુજબ, ચાર્જિંગ સ્ટેશન ખોલવા માટે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા લાગે છે. 30 kW સિંગલ ગન ચાર્જર મશીન રૂપિયા 10 લાખમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. 18 લાખ રૂપિયામાં ડબલ ગન ચાર્જર ઉપલબ્ધ છે. આ DC ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનો ખર્ચ છે. AC ચાર્જિંગ સ્ટેશનનો ખર્ચ થોડો ઓછો હોઈ શકે છે.