Anil Ambani Fraud Case: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર શનિવારે સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી 17000 કરોડના બેંક છેતરપિંડીના મોટા કેસના સંબંધમાં કરવામાં આવી રહી છે, જેમાં અનિલ અંબાણી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
CBI has registered a case and is conducting searches in Mumbai at the premises linked to RCOM and its promoter director, Anil Ambani: Sources pic.twitter.com/i32nEhG7Xv
— ANI (@ANI) August 23, 2025
Anil Ambani પર શું છે આરોપ
અનિલ અંબાણી સામે 17,000 કરોડની છેતરપિંડીનો આરોપ છે. CBI દ્વારા આ બેંક છેતરપિંડીના કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CBIની ટીમ શનિવારે સવારે સાત વાગ્યાથી RCom અને અનિલ અંબાણીના નિવાસસ્થાન સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન કરી રહી છે. આ દરોડા દરમિયાન અનિલ અંબાણી તેમના પરિવાર સાથે ઘરે હાજર હોવાનું જાણવા મળ્યું છે.