Vanthali

Created By: Rakesh Shukla
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના તજજ્ઞોના મતાનુસાર વંથલી શહેરમાં વામન ભગવાન નું પુરાણુ મંદિર આવેલુ છે, તથા વંથલી તાલુકા ના ગાંઠિલા ગામે ઓઝત નદીના કાંઠે ઉમીયા માતાજીનું મંદિર આવેલુ છે. વંથલી તાલુકાના ખોરાસા ગામે વ્યંકટેશ ભગવાન તીરુપતી બાલાજીનુઁ ઐતિહાસીક મઁદીર જે ભારતમાં બે બાલાજી મંદિર પૈકીનું એક છે. તે અહી છે. વંથલી તાલુકાની ઉતર દિશામાં ઉબેણ નદી આવેલી છે તથા દક્ષિણ દિશામાં ઓઝત નદી આવેલી છે. આ તાલુકામાં કુલ 46 ગામો છે












