Gujarat Rains: છેલ્લા 2 કલાકમાં મેઘરાજાની ધબધબાટી, વંથલીમાં અઢી ઈંચ ખાબક્યો; વલસાડ અને કલ્યાણપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 18 Jul 2024 01:59 PM (IST)Updated: Thu, 18 Jul 2024 01:59 PM (IST)
gujarat-monsoon-update-two-and-a-half-inches-in-vanthali-more-than-1-inch-of-rain-in-valsad-and-kalyanpur

Gujarat Rains: આજે વહેલી સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જુનાગઢના વંથલીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ વલસાડ અને કલ્યાણપુરમાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.

આજે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન વંથલીમાં 63 મીમી, વલસાડમાં 28 મીમી, કલ્યાણપુરમાં 27 મીમી, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં 24-24 મીમી, ગીર ગઢડામાં 22 મીમી, ભાણવડ, જલાલપોર અને મહુવામાં 18-18 મીમી, દ્વારકામાં 10 મીમી, રાણાવાવમાં 9 મીમી, નવસારીમાં 8 મીમી વરસાદ ખાબક્યો છે.

naidunia_image

આજે હવામાન વિભાગ દ્વારા જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે અને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.