એકતાનગરમાં 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' તૈયારઃ ગોળાકાર 'ગ્લાસ વૉક વે' અને બારેમાસ વરસાદી વાતાવરણ પ્રવાસીઓ માટે બનશે ખાસ આકર્ષણ, જુઓ VIDEO

એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે રૂ. 12 કરોડના ખર્ચે 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' અને ગોળાકાર 'ગ્લાસ વોક વે' તૈયાર કરાયો છે. આ પ્રોજેક્ટમાં બારેમાસ વરસાદી વાતાવરણ અને વિશ્વનો પ્રથમ ગ્લાસ સ્કાયવોક પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Oct 2026 08:43 PM (IST)Updated: Sat, 24 Oct 2026 08:43 PM (IST)
india-first-rain-forest-project-and-largest-glass-walkway-to-be-inaugrated-at-ekta-nagar-by-pm-modi

Ekta Nagar Attractions For Tourists: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ન્યુ ગોરા બ્રિજ અને કોકોનટ ટ્રી ગાર્ડન પાસે રૂ. 12 કરોડના ખર્ચે 12 એકર ક્ષેત્રફળમાં 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' તૈયાર કરવામાં આવ્યો છે. આગામી 31 ઓક્ટોબરે PM મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થાય તેવી પ્રબળ શક્યતા છે.

કુદરતી જંગલ જેવો માહોલ, બારેમાસ વરસાદી વાતાવરણનો અનુભવ

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, અહીં પ્રવાસીઓ બારેમાસ વરસાદી વાતાવરણનો આહલાદક અનુભવ માણી શકશે. આટલું જ નહીં, કુદરતી જંગલ જેવો માહોલ ઉભો કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ખાસ વૃક્ષોને અહીં વાવવામાં આવ્યા છે.

વિસતપુરા હુમલા કેસમાં નવો વળાંકઃ ગંભીર ઘાયલ યુવકે અમદાવાદ સિવિલમાં દમ તોડતાં હત્યાની કલમ ઉમેરાઈ, મુખ્ય આરોપીની ધરપકડ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પણ તાપમાન 25 થી 30 ડિગ્રીની રેન્જમાં જળવાઈ રહે, તે માટે 20 રેઈન ગન ટાવર દ્વારા કુત્રિમ વરસાદ વરસાવવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સિવાય મનોહર વૉટર ફૉલ અને બબલ ફાઉન્ટન પણ આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.

ગોળાકાર ગ્લાસ વૉક વે ટાવર વિશ્વમાં પ્રથમ

આ સાથે જ એકતાનગરમાં ગ્લાસ વોક વે ટાવર પણ બનાવવામાં આવ્યો છે. જમીનથી 11 મીટરની ઊંચાઈ ધરાવતા અને 22 મીટરની વ્યાસવાળો આ ગોળાકાર ગ્લાસ સ્કાયવોક વિશ્વમાં આવો પ્રથમ વૉક વે માનવામાં આવે છે.


આ વૉક વેના નિર્માઅ માટે ખાસ જર્મનીથી આયાત કરાયેલા અને અમદાવાદમાં વિશેષ આકાર આપીને કાપવામાં આવેલા 35 મિલીમીટરની જાડાઈ ધરાવતા 132 ટફન લેમિનેટેડ કોરિયન ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોળાકાર વળાંકવાળા આ કાચની પેનલોને અત્યંત સાવચેતીપૂર્વક વિશાળ ક્રેનોની મદદથી ઊંચાઈ પર ગોઠવવામાં આવી છે.

સુરતના કશ્યપ બિલ્ડરના પ્રફુલ નસિતના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવતા મુલાકાતીઓને એક અદ્વિતીય અનુભવ પૂરો પાડશે. કૃત્રિમ વરસાદી વાતાવરણ અને દેશના સૌથી મોટા વળાંકવાળા ગ્લાસ વોક-વે જેવી આધુનિક સુવિધાઓ એકતાનગરના પ્રવાસન ક્ષેત્રને એક નવી વૈશ્વિક ઓળખ આપશે.