Suryakumar Yadav (સૂર્યકુમાર યાદવ)

Created By: Dharmendra Thakur
સૂર્યકુમાર યાદવ એક રાઈટ-હેન્ડ મીડિલ ઓર્ડર બેટ્સમેન છે. તે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને T20 આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન છે. તે 2023 એશિયા કપ અને 2024 પુરુષ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય હતો. ઓક્ટોબર 2022 થી જૂન 2024 સુધી તે ICC મેન્સ T20 બેટિંગ રેન્કિંગમાં ટોચ પર રહ્યો હતો. તેણે 2022 અને 2023માં ICC પુરુષ T20I ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો હતો અને બંને વર્ષોમાં ICC પુરુષ T20I ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવ્યું હતું.

















