Osman Mir (ઓસમાન મીર)

Created By: Sanket Parekh
22 મે, 1974ના રોજ કચ્છના વાયોરમાં જન્મેલા ઓસમાન મીરને સંગીત વારસામાં મળ્યું છે. ગઝલ, કવ્વાલી, લોકગીત, ભજન કે સંતવાણી સંગીતનો કોઈ પણ પ્રકાર હોય ઓસમાન મીરના અવાજનો જાદુ લોકો સુધી પહોંચ્યો છે. સંજયલીલા ભણસાલીની ફિલ્મ 'રામલીલા'માં ઓસમાન મીરે ગાયેલુ 'મોર બની થનગનાટ' કરે માટે તેમને એવોર્ડ પણ મળ્યો હતો. ગુજરાત જ નહીં, દેશ અને વિદેશમાં પણ ઓસમાન મીરના કાર્યક્રમોની આતુરતાપૂર્વક રાહ જોવાય છે.














