Mahashivratri 2025: ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'સોમનાથ મહોત્સવ' માં જમાવટ બોલાવી, ભક્તો થયા ધૂનમાં લીન

'શિવ સ્તુતિ', 'શિવ વંદના', 'જય જય શિવ શંકર', 'નગર મેં જોગી આયા' સહિતના ગીત પર શ્રોતાઓ ડોલી ઉઠ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 26 Feb 2025 08:26 AM (IST)Updated: Wed, 26 Feb 2025 08:26 AM (IST)
mahashivratri-2025-duo-of-osman-mir-and-amir-mir-gathered-at-somnath-mahotsav-devotees-were-immersed-in-tunes

Somnath Temple: કલા અને આરાધનાના મહોત્સવ 'સોમનાથ મહોત્સવ'  જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને ઉપસ્થિત સર્વેને રસ તરબોળ કર્યા હતાં. ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'શિવવંદના', 'નગર મેં જોગી આયા', 'છે શક્તિ કેરો સાદ', 'ઓરી સખી મંગલ ગાવો રી…' અને 'શિવ સ્તુતિ' જેવા વિવિધ દૂહા, છંદ અને ગીત પર સૂર રેલાવી પોતાના ઘેઘૂર કંઠ દ્વારા લોક સંગીતથી મઢેલી અનેકાનેક પ્રસ્તુતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

naidunia_image

ભક્તો ધૂનમાં લીન થયા

ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને સ્થાનિક લોકો તેમજ આસ્થાળુઓએ મનભરી માણી હતી. આ અવસરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ, આગેવાનો, સ્થાનિક લોકો તેમજ આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

naidunia_image
naidunia_image