Malhar Thakar

Created By: Dharmendra Thakur
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનો જન્મ 28 જૂન, 1990ના રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો હતો. મલ્હારે પોતાનો અભ્યાસ અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં કર્યો છે. મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મો અને નાટકો ઉપરાંત હિન્દી સીરિયલમાં અભિનય કરી ચૂક્યા છે. 2015માં આવેલી 'છેલ્લો દિવસ' ફિલ્મમાં મલ્હાર ઠાકરે ભજવેલા વિક્કીના પાત્ર થકી તેને ખૂબ જ લોકપ્રિયતા મળી. ગત વર્ષે જ મલ્હાર ઠાકરે પોતાની સહઅભિનેત્રી પૂજા જોશી સાથે લગ્ન કર્યાં છે.

















