Vande Bharat Via USA Movie: લાલો- કૃષ્ણ સદા સહાયતે(Laalo – Krishna Sada Sahaayate) ગુજરાતી ફિલ્મએ ધૂમ મચાવ્યા બાદ હવે વધુ એક ફિલ્મ 'વંદે ભારત વાયા યુ.એસ.એ(Vande Bharat Via USA)’ 25 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનુ ટ્રેઈલર રિલીઝ થયું છે.
'વંદે ભારત વાયા યુ.એસ.એ એક કોમેડિ ફિલ્મ છે અને મલ્હાર ઠાક અભિનિત આ ફિલ્મ આસમાન પ્રોડક્શન્સ, સાકે સ્પેક્ટેકલ, દરિયો, વર્ડ વિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ. તથા સ્પેસટાઈમ મૂવીઝ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ છે.
ફિલ્મની વાર્તા જોઈએ તો તે રોહન નામના એક ગુજરાી યુવાન વિશે છે, જે અમેરિકામાં આવી તો ગયો પણ હવે પરર્મનેન્ટ એટલે કે કાયમી વસવાટ કરવા તથા ગ્રીન કાર્ડ મેળવવા વિવિધ પ્રકારની તરકિબો કરે છે. તેની વર્ક પરમિટ તો પૂરા થઈ ગયા અને કોઈ કંપની તેને નોકરી આપવા તૈયાર નથી.
આ સંજોગોમાં અમેરિકાની કોઈ છોકરી સાથે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવા માટે પણ અનેક તરકીબો અજમાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રોહન નામના આ યુવાનનું પાત્ર મલ્હાર ઠાકર ભજવે છે. તેમની સાથે પૂજા ઝવેરી, કિલી પિયર્સન તથા અસિત વ્યાસ સહિતના કલાકારોએ કામ કર્યું છે.
ફિલ્મમાં સુમધુર સંગીત પાર્થ ભરત ઠકકર દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક જયમીન પટેલ છે. જ્યારે ફિલ્મના એડિટર તેમજ એડીશનલ સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઈટર રાહુલ ભોળે છે.
