Laalo Film: 'લાલો' ફિલ્મ વિશે મલ્હાર ઠાકરનો રિવ્યૂ: કહ્યું કે, 'આંખો ભીની થઈ જાય તેવી ફિલ્મ છે…'

મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મ લાલો ને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે, જાણો આ ફિલ્મ તેમને કેવી લાગી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 15 Nov 2025 12:24 PM (IST)Updated: Sat, 15 Nov 2025 12:41 PM (IST)
laalo-krishna-sada-sahayate-gujarati-actor-malhar-thakar-review-of-the-film

'Laalo Krishna Sada Sahayate: ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મ 'લાલો' વિશે કહ્યું કે, આજે આ ફિલ્મની વાત નથી કરતો આજે એક અનુભૂતિની વાત કરું છું, એક એક્સપરિયન્સની વાત કરું છું એક લાગણીની વાત કરું છું. ફિલ્મનું નામ લાલો અત્યારે થિયેટરમાં સાચે જેન્યુલી ખૂબ ધૂમ મચાવી રહી છે, આ ફિલ્મના કોઈ પ્રમોશન માટે વિડીયો નથી કર્યો પણ આ ફિલ્મ જોઈને હું આવ્યો જસ્ટ જોઈ અદ્ભુત અનુભૂતિ થઈ છે.

સ્ટારકાસ્ટને શુભેચ્છા પાઠવી

વધુમાં કહ્યું કે, આ ફિલ્મ જોઈને એટલે કરણ, શૃહ્દ, રીવા ડાયરેક્ટર અંકિત, મ્યુઝિક ડાયરેક્ટર સ્મિત જય આ બધાએ આટલું બધું સુંદર કામ કર્યું છે, બહુ જ મજા આવી ગઈ અને આ ફિલ્મ હું કહું છું એક વર્ષ સુધી દરેકે દરેક ડિસ્ટ્રીબ્યુટર દરેકે દરેક સિનેમા ઓનર્સ સાચવી રાખે. આ ફિલ્મ પોતાના થિયેટર્સમાં એટલી સુંદર મજાની ફિલ્મ છે અને આ ફિલ્મ દરેકે દરેક ગુજરાતીએ દરેકે દરેક લોકોએ આ જોવી જોઈએ.

સુંદર લાગણીશીલ ફિલ્મ એટલું સરસ મ્યુઝિક એટલા સરસ પરફોર્મન્સ અને જે ફીલ થયું છે, આંખમાં આંસુ આવી જાય એવી જગ્યા છે. એટલે એવું નથી કહેતો કે આ ફિલ્મ ઇમોશનલ છે પણ તમને જેન્યુનલી આંખો ભીની કરે એવી લાગણી સભર આ વાર્તા લાલો આપની સમક્ષ ચાલી રહી છે. આ ફિલ્મ લાલો ખાસ જોવા જજો દિલથી ફિલ્મને વધાવજો એક નહી 10 લોકોને લઈને જજો અને 10એ 10 લોકો ખૂબ આનંદથી આ ફિલ્મને વધાવશે.

naidunia_image

મારી પ્રોમિસ છે કે, મારા તરફથી હું આ ફિલ્મને 100 ટિકિટ ગિફ્ટ આપું છું, એટલે દિલથી હું આ 100 એ 100 જણને કહું છું મારા અંગતે અંગત સર દરેકે દરેક લોકોને કે પ્લીઝ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ લાલો ઈન થિયેટર નિયર યુ ત્રીજા કે ચોથા વ્યક્તિ આ ફિલ્મ સાચે ધમાલ કરી રહી છે થિયેટર્સમાં એટલે આપ સૌની જવાબદારી બને છે સારી ફિલ્મને જોવાની ગો ફોર લાલો. જય શ્રી કૃષ્ણ…