Gondal (ગોંડલ)

Created By: Jagran Gujarati
રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. એક સમયે ગોંડલ સ્ટેટ કહેવાતું હતું આ ગોંડલ. ગોંડલના એ સમયના રાજા સર ભગવતસિંહજીએ ગોંડલને અલગ જ ઓળખ અપાવી હતી. તેમણે એ સમયે કન્યાઓ માટે શિક્ષણ ફરજીયાત અને વિનામુલ્યે કરાવ્યું હતું. આ ઉપરાંત ગોંડલમાં આવેલું બીએપીએસનું અક્ષર મંદિર પણ ઘણું લોકપ્રિય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ સૌરાષ્ટ્રમાં મોટા માર્કેટયાર્ડમાં સ્થાન ધરાવે છે.