Shreyas Iyer Latest News: એશિયા કપ માટે ભારતીય ટીમમાં સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને સ્થાન ન મળતા પસંદગીકારોના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી. જોકે હવે એક જાણીતા જ્યોતિષીએ અય્યરના ભવિષ્યને લઈને એક અદભૂત ભવિષ્યવાણી કરી છે, જેનાથી તેમના ચાહકોમાં આનંદ છવાયો છે.
ભારતીય ટીમનો કેપ્ટન બનશે શ્રેયસ અય્યર
મશહૂર જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ દાવો કર્યો છે કે શ્રેયસ અય્યરની ભારતીય ટીમમાં વાપસી નિશ્ચિત છે અને તે ભવિષ્યમાં કોઈપણ એક ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન પણ બનશે. લોબોના મતે, અય્યર ટી20 વર્લ્ડ કપ 2026 અને વનડે વર્લ્ડ કપ 2027માં રમશે તે નક્કી છે.
તેમણે જણાવ્યું કે શ્રેયસ અય્યરનો જન્મ 1994માં થયો છે અને તેમની કુંડળીમાં પ્લુટો, નેપ્ચ્યુન, પ્લેનેટ X, પ્લેનેટ Z અને ચિરોન જેવા ગ્રહો ખૂબ જ ઉચ્ચ અને શક્તિશાળી સ્થિતિમાં છે. તેમની કુંડળી એટલી શક્તિશાળી છે કે તેઓ માત્ર ભારતીય ટીમમાં પુનરાગમન જ નહીં કરે, પરંતુ દેશને કોઈ મોટા ટુર્નામેન્ટ, કદાચ વર્લ્ડ કપમાં વિજય પણ અપાવી શકે છે.
આ પણ વાંચો
શ્રેયસ અય્યરને ન લેવાથી ભારતને નુકસાન થશે
લોબોએ પસંદગીકારોને સ્પષ્ટપણે ચેતવણી પણ આપી છે કે જો શ્રેયસ અય્યરને અવગણવામાં આવશે તો તે ભારત માટે મોટું નુકસાનકારક સાબિત થશે. તેમના દાવા મુજબ 2027માં પણ અય્યરની કુંડળી ઘણી મજબૂત રહેશે અને વર્લ્ડ કપ દરમિયાન તેમના ગ્રહો શક્તિશાળી સ્થિતિમાં હશે. આવા સમયે તેમને અવગણવું ખરેખર ઘાતક સાબિત થઈ શકે છે.
શ્રેયસ અય્યરનું આઈપીએલમાં પ્રભાવશાળી પ્રદર્શન
શ્રેયસ અય્યરે IPL 2025માં પંજાબની કેપ્ટનશીપ કરતા 17 ઇનિંગ્સમાં 604 રન બનાવ્યા હતા, જેમાં તેમનો સરેરાશ 50થી વધુ અને સ્ટ્રાઈક રેટ 175થી વધુ હતો.