Rinku Singh Century: 6,6,6,6,6,6… એશિયા કપ 2025 પહેલા રિન્કુ સિંહની શાનદાર વાપસી, UP T20 લીગમાં ફટકારી વિસ્ફોટક સદી

UP T20 લીગ 2025 ની 9મી મેચમાં રિન્કુ સિંહે ગૌર ગોરખપુર લાયન્સ સામે રમતા 48 બોલમાં અણનમ 108 રન બનાવ્યા. રિન્કુની આ વિસ્ફોટક ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા શામેલ હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 22 Aug 2025 10:39 AM (IST)Updated: Fri 22 Aug 2025 10:39 AM (IST)
rinku-singh-hits-century-meerut-mavericks-vs-gaur-gorakhapur-lions-up-premier-league-2025-589756

Rinku Singh Century: UP પ્રીમિયર લીગ 2025 ની 9મી મેચ મેરઠ મેવેરિક્સ અને ગૌર ગોરખપુર લાયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મેરઠ માવેરિક્સ તરફથી રમતા રિન્કુ સિંહે તોફાની સદી ફટકારી હતી. મેચમાં સારા પ્રદર્શન માટે રિન્કુ સિંહને પ્લેયર ઓફ ધ મેચ તરીકે સન્માનિત કરવામાં આવ્યો. આ પ્રદર્શનથી તેણે એશિયા કપ 2025 પહેલા પોતાની શાનદાર ફોર્મમાં વાપસીના સંકેતો આપ્યા છે.

રિન્કુ સિંહે 48 બોલમાં 108 રન બનાવ્યા

UP T20 લીગ 2025 ની 9મી મેચમાં રિન્કુ સિંહે ગૌર ગોરખપુર લાયન્સ સામે રમતા 48 બોલમાં અણનમ 108 રન બનાવ્યા. રિન્કુની આ વિસ્ફોટક ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા શામેલ હતા, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 225 રહ્યો. મેચમાં મેરઠ માવેરિક્સને 168 રનનો લક્ષ્ય મળ્યો હતો.

મેરઠ માવેરિક્સની 4 વિકેટે જીત

જ્યારે રિન્કુ 38-4 ના સ્કોર પર બેટિંગ કરવા આવ્યો, ત્યારે તેણે એકલા હાથે લડત આપી અને ટીમને 18.5 ઓવરમાં 4 વિકેટે જીત અપાવી. તેની ઇનિંગમાં તેણે પ્રથમ 34 બોલમાં 58 રન બનાવ્યા હતા અને પછીની 14 બોલમાં 364ના સ્ટ્રાઈક રેટ થી વધુ 50 રન ફટકાર્યા હતા. આ જીત સાથે મેરઠ માવેરિક્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.