Unseen Video Of Harbhajan Singh Slapping Sreesanth: આઈપીએલના સંસ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ લગભગ 18 વર્ષ પછી એક એવો વીડિયો જાહેર કર્યો છે, જે પહેલાં ક્યારેય સામે આવ્યો નથી. આ ફૂટેજમાં વર્ષ 2008 માં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ XI પંજાબ વચ્ચેની મેચ પછી હરભજન સિંહ (ભજ્જી) શ્રીસંતને થપ્પડ મારતો જોવા હતો. આ ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેણે ક્રિકેટ ચાહકોની જૂની યાદો તાજી કરી છે.
હરભજને શ્રીસંતના ગાલ પર માર્યો હતો તમાચો
આ ઘટના 2008 ના આઈપીએલના શરૂઆતના દિવસોમાં બની હતી. મેચ સમાપ્ત થયા પછી બંને ખેલાડીઓ હાથ મિલાવવા માટે મળ્યા હતા, પરંતુ આ દરમિયાન હરભજને શ્રીસંતના ગાલ પર થપ્પડ મારી હતી. જે શ્રીસંત માટે આઘાતજનક હતું. તે સમયે લાઈવ ટીવી પર આ વિવાદિત ઘટનાની માત્ર તસવીરો આવી હતી. (ફક્ત તસવીર) ઘણીવાર જોવા મળ્યું હતું. બીસીસીઆઈએ આ ઘટનાને ગંભીરતાથી લઈ હરભજનને સસ્પેન્ડ કર્યા હતા અને તેમને યોગ્ય સજા પણ મળી હતી.
લલિત મોદીએ શેર કર્યો વીડિયો
આ અનસીન વીડિયો તે સમયે સામે ન આવ્યો કારણ કે મેચ પછી મેદાન પર કેમેરા બંધ થઈ જાય છે અને સ્ક્રીન પર જાહેરાતો આવવા માંડે છે. જોકે સુરક્ષા કેમેરાએ આ ઘટનાને કેદ કરી લીધી હતી. લલિત મોદીએ તાજેતરમાં માઈકલ ક્લાર્કના પોડકાસ્ટમાં આ વીડિયો શેર કર્યો છે. આ ફૂટેજ ફરીથી જાહેર થવાથી જૂની યાદો તાજી થઈ છે અને ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે કે જો આ ફૂટેજ તે સમયે સામે આવ્યું હોત તો કદાચ આ વિવાદની અસર વધુ ઊંડી થઈ હોત.
#WATCH : One of the wildest chapters in IPL history resurfaces
— upuknews (@upuknews1) August 29, 2025
Unseen footage of the infamous Harbhajan Singh & Sreesanth ‘Slapgate’ incident has emerged. A moment that shook the league back in 2008 and was never aired publicly until now.
#IPL #Slapgate #HarbhajanSingh… pic.twitter.com/hZFGCOsPJO
મારા જીવનની મોટી ભૂલ - હરભજન સિંહ
વર્ષો પછી બંને ખેલાડીઓએ જાહેરમાં કહ્યું છે કે તેઓ મિત્રો છે અને તે ઘટનાને ભૂલી ગયા છે. શ્રીસંતે પોતે કહ્યું હતું કે હરભજન મારા માટે મોટા ભાઈ જેવા છે અને વ્યક્તિગત સ્તરે કોઈ ફરિયાદ નથી. હરભજને પણ અશ્વિનની યુટ્યુબ ચેનલ પર પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે જો તેમને સમયમાં પાછા જવાની તક મળે, તો તેઓ શ્રીસંતવાળી ઘટનાને બદલવા માંગશે, કારણ કે તે તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી.