Gouher Sultana Retirement: હૈદરાબાદની ગલીઓથી લઈને વિશ્વ ક્રિકેટના મોટા મંચ સુધીની તેની સફર કોઈ ફિલ્મી સ્ટોરી ઓછી નહોતી. ભારતીય મહિલા ક્રિકેટર ગૌહર સુલ્તાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણીએ ODI અને T20I ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2008 માં ડેબ્યૂ કરનાર ગૌહર ભારત માટે 50 ODI અને 37 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે 2009 અને 2013 ના મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ હતી.
ગૌહર સુલતાના એ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
મહિલા ક્રિકેટર ગૌહરે પોતાની કારકિર્દીમાં ભારત માટે 95 વિકેટ લીધી હતી, જેમાંથી 66 વિકેટ ફક્ત વનડે ક્રિકેટમાં જ મળી હતી. તેનો શ્રેષ્ઠ સ્પેલ 4 વિકેટ માટે 4 રન હતો, જે તેણે શ્રીલંકા સામેની કારકિર્દીની લગભગ છેલ્લી ODIમાં કર્યો હતો. જ્યારે તેણીએ મે 2008 માં પાકિસ્તાન સામેની ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી
ગૌહરે પોતાની પોસ્ટમાં લખ્યું કે- "સ્મિત સાથે ક્રિકેટને અલવિદા. વર્ષો સુધી ગર્વ અને જુસ્સા સાથે ભારતીય જર્સી પહેર્યા પછી, હવે તેની ક્રિકેટ સફરની સૌથી ભાવનાત્મક ક્ષણ લખવાનો સમય આવી ગયો છે. તેણી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરે છે. ઉચ્ચતમ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ તેના જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. બધા સાથી ખેલાડીઓ, કોચ, પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફનો આભાર."
Gouher Sultana retires with 66 ODI wickets at an average of 19.39, the third-best for any India bowler to have taken at least 50 wickets in the format pic.twitter.com/xq3ZCUUHlJ
— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2025
વધુમાં લખ્યું કે, ક્રિકેટ હંમેશા તેનું ઘર રહેશે. ખેલાડી તરીકેની મારી કારકિર્દીનો અંત આવી ગયો હોવા છતાં, રમત પ્રત્યેનો તેનો પ્રેમ પહેલા કરતા વધુ છે. તે રમતમાં યોગદાન આપવા, પ્રેરણા આપવા, માર્ગદર્શન આપવા અને નવી રીતે સેવા આપવા માટે ઉત્સુક છે. આ નિવૃત્તિ નથી. આ ફક્ત એક સુવર્ણ પ્રકરણનો અંત છે.
ગૌહર 2014 T20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગઈ હોવા છતાં, સ્થાનિક ક્રિકેટમાં તેની સફર ચાલુ રહી. તેણીએ હૈદરાબાદ, રેલ્વે, પુડુચેરી અને બંગાળ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું. તાજેતરમાં તે મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સની જર્સીમાં જોવા મળી હતી.