Gautam Gambhir celebration: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચની સવારે ભારતીય બોલરો ઇંગ્લેન્ડને 35 રન બનાવતા રોકવા અને ચાર વિકેટ ઝડપવાના ઇરાદાથી મેદાનમાં ઉતર્યા. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ઝડપથી માહોલ બદલ્યો અને ભારતને છ રનથી ઐતિહાસિક જીત અપાવી. આ જીત બાદ મેદાન પર ખુશીની લહેર દોડી ગઈ હતી અને ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં પણ જોરદાર જશ્ન મનાવવામાં આવ્યો.
ઓવલ ટેસ્ટમાં જીત સાથે કૂદવા લાગ્યા ગૌતમ ગંભીર
ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર એક બાળકની જેમ કૂદી રહ્યા હતા. BCCIના સોશિયલ મીડિયા હેન્ડલ પર સેલિબ્રેશનનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તણાવ, પીડા, ખુશી, નિરાશા અને અંતે જશ્ન – આ બધું જ જોવા મળ્યું. માત્ર ગૌતમ ગંભીર જ નહીં, પરંતુ ભારતના સહાયક કોચ પણ ઉછળી રહ્યા હતા. બોલિંગ કોચ મોર્ને મોર્કેલે તો ગંભીરને ગોદમાં જ ઉઠાવી લીધા. ભારતના ફિઝિયો એડ્રિયન લે રોક્સ પણ ઝુમતા જોવા મળ્યા. આખરે, તેઓ બધા એકબીજાને ગળે મળ્યા.
𝗕𝗲𝗹𝗶𝗲𝗳. 𝗔𝗻𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗶𝗼𝗻. 𝗝𝘂𝗯𝗶𝗹𝗮𝘁𝗶𝗼𝗻!
— BCCI (@BCCI) August 4, 2025
Raw Emotions straight after #TeamIndia's special win at the Kennington Oval 🔝#ENGvIND pic.twitter.com/vhrfv8ditL
આ જીત કોઈ ICC ટ્રોફીની નહોતી, પરંતુ એક મોટી ઉપલબ્ધિ હતી. બે મહિનાની સખત મહેનત, આયોજનના પગલે મળેલી જીત હતી. આ ભારતના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા અંતરથી મળેલી જીત હતી. છ રનની આ જીત શ્રેણીને ડ્રો કરાવવામાં મદદરૂપ હતી, એક એવો ડ્રો જે 100 જીત કરતાં પણ મોટો લાગતો હતો.