West Delhi Lions VS South Delhi Superstarz: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી પ્રીમિયર લીગ 2025 એલિમેનેટર મેચ રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવ્યા. આ લક્ષ્યના જવાબમાં વેસ્ટ દિલ્હી લાયન્સે 17 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી. નીતીશ રાણાએ માત્ર 42 બોલમાં શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને ક્વોલિફાયર 2 માં સ્થાન અપાવ્યું હતું.
નીતીશ રાણાની 42 બોલમાં શાનદાર સદી
એલિમેનેટર મુકાબલામાં વેસ્ટ દિલ્હીના કેપ્ટન નીતીશ રાણાએ 55 બોલમાં 8 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી અણનમ 134 રન બનાવ્યા હતા.જો કે દરમિયાન વેસ્ટ દિલ્હી લાયન્સની ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન નીતીશ રાણા અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના સ્પિનર દિગ્વેશ રાઠી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નીતીશ રાણા અને દિગ્વેશ રાઠી વચ્ચે બોલાચાલી
નીતીશ રાણાએ દિગ્વેશ રાઠીના એક ઓવરમાં સતત 3 છગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે દિગ્વેશ ગુસ્સે ભરાઈ ગયો હતો. ઘટના ત્યારે બની જ્યારે દિગ્વેશ બોલિંગ કરવા આવ્યો, પરંતુ તેણે બોલને હાથમાંથી છોડ્યો નહીં. નીતીશ સ્વીપ શોટ મારવા માંગતો હતો. જો કે પછીના બોલ પર જેવો દિગ્વેશ બોલિંગ કરવા જઈ રહ્યો હતો, નીતીશ પાછળ હટી ગયો, જેના પછી બંને વચ્ચે દલીલો શરૂ થઈ ગઈ.
લડાઈ એટલી વધી ગઈ કે નીતીશે દિગ્વેશને બેટ પણ બતાવ્યું. અમ્પાયરો અને અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો. આ મેચમાં દિગ્વેશ રાઠી ખૂબ જ મોંઘો સાબિત થયો, તેણે 2 ઓવરમાં 39 રન આપ્યા અને ત્યારબાદ તેને બોલિંગ કરવાની તક મળી નહીં.