Batsman Died Of Heart Attack: પંજાબના ફિરોઝપુરમાં એક સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક યુવા બેટ્સમેન હરજીત સિંહે શાનદાર સિક્સર ફટકારી હતી, પણ બીજી જ ક્ષણે તે પીચ પર ઢળી પડ્યો હતો અને હૃદયરોગના હુમલાથી તેનું મૃત્યુ થયું હતુ.
સામે આવ્યો વીડિયો
पंजाब में क्रिकेट खेलते वक्त बल्लेबाज को सिक्सर लगाने के बाद अचानक हार्ट अटैक से मृत्यु हो गई
— Hardik Bhavsar (@Bitt2DA) June 29, 2025
ऐसी घटनाए पहले भी हो चुकी है,
लेकिन क्यों हो रही, कैसे हो रही, किन चीजों से हो रही?? कोई पता क्यों नहीं लगा रहा pic.twitter.com/VJAHTcCzcD
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો . આ ઘટનાને લઈ ક્રિકેટ પ્રેમીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ચોંકી ગયા છે.
પંજાબના ક્રિકેટ ગ્રાઉન્ડ પર દુ:ખદ ઘટના સર્જાઈ
આ ઘટના ફિરોઝપુરના ગુરહર સહાય વિસ્તારમાં આવેલી DAV સ્કૂલના મેદાનમાં બની હતી. હરજીત સિંહ કે જે વ્યવસાયે સુથાર છે અને તેના મિત્રો સાથે સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હરજીત સિંહે એક બોલ પર સિક્સર ફટકારી હતી. આ શોટ એટલો શાનદાર હતો કે મેદાનમાં હાજર દર્શકો અને સાથી ખેલાડીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. પણ ત્યારબાદ તરત જ હરજીત ક્રીઝ પર ચાલીને જતો હતો અને પછી તે બેસી ગયો હતો.
અચાનક ઘૂંટણિયે બેસી ગયો હતો અને પછી જમીન પર સૂઈ ગયો હતો. સાથી ખેલાડીઓ તરત જ તેની મદદ માટે દોડી ગયા હતા અને CPR કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. હરજીતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.