Shreyas Iyer News: શ્રેયસ અય્યર શ્રેષ્ઠ ફોર્મમાં હોવા છતાં એશિયા કપની ટીમમાં ન પસંદ કરવામાં આવતાં ઘણા સવાલો ઉભા થયા છે. આ નિર્ણયથી ચાહકો અને ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ હેરાન છે. હવે આ મામલે શ્રેયસ અય્યરના પિતા સંતોષ અય્યરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે BCCI પર સવાલો ઉઠાવતાં શું કહ્યું, જાણો
માત્ર એક ખેલાડી તરીકે જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે...
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં સંતોષ અય્યરે કહ્યું કે મને સમજાતું નથી કે શ્રેયસ શું કરે જેથી ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં તેને જગ્યા મળે. તે IPL માં વર્ષોથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પહેલા દિલ્હી કેપિટલ્સ, પછી કોલકાતા નાઈટ રાઈડર્સ અને હવે પંજાબ કિંગ્સ માટે. અને આ બધું માત્ર એક ખેલાડી તરીકે જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે પણ કર્યું છે.
આ પણ વાંચો
કોઈને દોષ નથી આપતો પરંતુ તેના ચહેરા પર નિરાશા...
સંતોષ અય્યરે ઉમેર્યું કે 2024 માં શ્રેયસે KKR ને IPL નો ખિતાબ અપાવ્યો અને આ વર્ષે પંજાબ કિંગ્સને ફાઇનલ સુધી પહોંચાડ્યું. તેના ચહેરા પર ક્યારેય નારાજગી દેખાતી નથી. તે હંમેશા શાંત રહે છે અને કોઈને દોષ નથી આપતો, પણ અંદરથી નિરાશા તો થતી જ હશે. તે એટલું જ કહે છે કે મારું નસીબ જ એવું છે, હવે કંઇ કરી ન શકીએ. હું એમ નથી કહેતો કે તેને ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવી દો, પરંતુ ટીમમાં પસંદગી તો થવી જોઈએ ને.
આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ અભિષેક નાયરે પણ શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન ન આપવા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હું સમજી શકતો નથી કે શ્રેયસ અય્યરને 20 સભ્યોની ટીમમાં પણ કેમ સામેલ કરવામાં આવ્યો નથી. એટલે કે રિઝર્વ ખેલાડીઓમાં પણ નથી રાખવામાં આવ્યો.