Asia Cup 2025 Live Streaming: એશિયા કપ 2025 શરૂ થવાને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થશે અને ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે.
ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEને ગ્રુપ Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 9 સપ્ટેમ્બરે UAE સામેની મેચથી કરશે. ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલામાં, ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે આમને-સામને ટકરાશે. ત્યારબાદ, ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે ઓમાનનો સામનો કરશે. આ મેચો પછી, સુપર-4 મેચો રમાશે.
એશિયા કપ 2025 લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ વિગતો:
લાઈવ ટેલિકાસ્ટ: આ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.
લાઈવ સ્ટ્રીમિંગ: મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ (SonyLIV) એપ પર ઉપલબ્ધ રહેશે.
મેચનો સમય: બધી મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
મહત્વપૂર્ણ છે કે આ વખતે એશિયા કપની મેચો સ્ટાર સ્પોર્ટ્સ કે જિયો સ્ટાર (JioStar) પર પ્રસારિત થશે નહીં. ક્રિકેટ ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લાઈવ પર મેચનો આનંદ માણી શકશે.
ભારતનું ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ (બધી મેચ IST માં) – Asia Cup 2025 Schedule India
તારીખ | મેચ | ગ્રુપ | સમય (IST) | સ્થળ |
10 સપ્ટેમ્બર 2025 | ભારત vs યુએઈ | ગ્રુપ A | 7:30 PM | દુબઈ |
14 સપ્ટેમ્બર 2025 | ભારત vs પાકિસ્તાન | ગ્રુપ A | 7:30 PM | દુબઈ |
19 સપ્ટેમ્બર 2025 | ભારત vs ઓમાન | ગ્રુપ A | 7:30 PM | અબુ ધાબી |
તારીખ | મેચ | ગ્રુપ/સ્ટેજ | સમય (IST) | સ્થળ |
9 સપ્ટેમ્બર 2025 | અફઘાનિસ્તાન vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 7:30 PM | અબુ ધાબી |
10 સપ્ટેમ્બર 2025 | ભારત vs યુએઈ | ગ્રુપ A | 7:30 PM | દુબઈ |
11 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 7:30 PM | અબુ ધાબી |
12 સપ્ટેમ્બર 2025 | પાકિસ્તાન vs ઓમાન | ગ્રુપ A | 7:30 PM | દુબઈ |
13 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs શ્રીલંકા | ગ્રુપ B | 7:30 PM | અબુ ધાબી |
14 સપ્ટેમ્બર 2025 | ભારત vs પાકિસ્તાન | ગ્રુપ A | 7:30 PM | દુબઈ |
15 સપ્ટેમ્બર 2025 | યુએઈ vs ઓમાન | ગ્રુપ A | 7:30 PM | અબુ ધાબી |
15 સપ્ટેમ્બર 2025 | શ્રીલંકા vs હોંગકોંગ ચીન | ગ્રુપ B | 3:30 PM | દુબઈ |
16 સપ્ટેમ્બર 2025 | બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન | ગ્રુપ B | 7:30 PM | અબુ ધાબી |
17 સપ્ટેમ્બર 2025 | પાકિસ્તાન vs યુએઈ | ગ્રુપ A | 7:30 PM | દુબઈ |
18 સપ્ટેમ્બર 2025 | શ્રીલંકા vs અફઘાનિસ્તાન | ગ્રુપ B | 7:30 PM | અબુ ધાબી |
19 સપ્ટેમ્બર 2025 | ભારત vs ઓમાન | ગ્રુપ A | 7:30 PM | અબુ ધાબી |
20 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ બી ક્વોલિફાયર 1 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 7:30 PM | દુબઈ |
21 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 1 vs ગ્રુપ એ ક્વોલિફાયર 2 | સુપર 4 | 7:30 PM | દુબઈ |
23 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 1 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 7:30 PM | અબુ ધાબી |
24 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ બી ક્વોલિફાયર 1 vs ગ્રુપ એ ક્વોલિફાયર 2 | સુપર 4 | 7:30 PM | દુબઈ |
25 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 2 vs ગ્રુપ બી ક્વોલિફાયર 2 | સુપર 4 | 7:30 PM | દુબઈ |
26 સપ્ટેમ્બર 2025 | ગ્રુપ એ ક્વોલિફાયર 11 | સુપર 4 | 7:30 PM | દુબઈ |
28 સપ્ટેમ્બર 2025 | ફાઇનલ | ફાઇનલ | 7:30 PM | દુબઈ |